Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧ના મકાનને તસ્કરો નિશાન બનાવી સોના ચાંદીના દાગીના લઇ ફરાર

વડોદરામાં પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કૈલાશ પાર્ક ૧ના મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે મકાન માલિકે પાણીગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

વિઓ:- વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કૈલાશ પાર્ક ૧ના મકાનમાં રહેતા હાર્દિકભાઈ પરિવાર સાથે ૧૩મીએ રાત્રે ગણપતિ જોવા ગયા હતા. તેઓ રાત્રીના પરત આવ્યા ત્યારે મકાનનું તાળુ તૂટેલું હતુ. હાર્દિકભાઈએ મકાનમાં તપાસતા સમાન વેરવિખેર પડ્યો હતો. જેને લઇને મકાનમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. બનાવ અંગે હાર્દિકભાઈએ પાણીગેટ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી. મકાન માલિક હાર્દિકભાઈ જણાવ્યુ હતું કે, અજાણ્યા તસ્કરો મકાનનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ્યા હતા. તસ્કરો ૧૫થી ૧૫ તોલા દાગીના અને ૧૫૦૦૦ રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પાણીગેટ પોલીસે હાર્દિકભાઈની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

ડભોઇના સામાજિક આગેવાન અને પ્રસન્ન ફાઉન્ડેશનના સહયોગથી વિવેક મહેતાએ જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ.

admin

રામનવમી નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભગવાન શ્રી રામના પૂજા દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો

admin

28 ઓક્ટોબર 2024ના રોજ યોજાયેલા PM રૂટ દરમિયાન ‘મીડિયા મેનેજમેન્ટ’ના નામે 1.76 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો

admin

Leave a Comment