ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુરનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં એન.ડી.પી.એસ.ના ગુન્હા શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ હોય, જે અન્વયે એસ.ઓ.જી. I/C પોલીસ સબ ઇન્સપેક્ટર, એમ.એચ.જાદવ નાઓ ઓફિસ ખાતે હાજર હતા તે દરમ્યાન ખાનગી રાહે ચોક્કસ અને આધારભુત બાતમી હક્કિત મળેલ કે, ક્વાંટ પોલીસ સ્ટેશન વિસ્તારના નળવાંટ ગામે રહેતા હસમુખભાઇ છગનભાઇ રાઠવાનાઓ પોતાના કબજાના ખેતરમાં આવેલ ઓરડીમા શંકાસ્પદ વનસ્પતિ જન્ય માદક પદાર્થનો જથ્થો રાખે છે જે હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા લીલા ગાંજાના છોડ તેમજ સુકો ગાંજો ૨.૨૧૦ કિ. ગ્રામ જેની કિ.રૂ.૨૨.૧૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા આરોપીએ ગુનો કરેલ હોય જેઓના વિરૂધ્ધ ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી આગળની વધુ કાર્યવાહી માટે ક્વાંટ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

