વિઠ્ઠલનાથજી મંદિરમાં વિશેષ શ્રૃંગારના દર્શન યોજાશે વડીલો વિષ્ણુ સહસ્ત્ર, બાળકો હનુમાન ચાલીસાના પાઠ કરશે216મા પાટોત્સવની ધામધુમથી ઉજવણી
ચાર દરવાજા વિસ્તારમાં આવેલા ઐતિહાસિક વિઠ્ઠલનાથજી મંદિરનો 216મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે.
પાટોત્સવ નિમિત્તે મંદિરમાં 17મે વૈશાખ વદ પાંચમના રોજ સવારથી જ ભગાવનને વિશેષ શ્રૃંગાર કરવામાં આવશે. જેમાં સવારે 7 કલાકે મંગળા આરતી, સવારે 9 કલાકે શૃંગાર આરતી તથા પાટોત્સવ નિમિત્તે શ્રી વિઠ્ઠલનાથજીને તિલક કરાશેસવારે 11 કલાકે રાજભોગના દર્શન આરતી થશે. ત્યારબાદ સાંજે 5 કલાકે ઉથાપનના દર્શન અને રાત્રે 8 કલાકે શયન આરતી કરવામાં આવશે. સાંજે વડીલો દ્વારા વિષ્ણુ સહસ્ત્રના પાઠ થશે ત્યાર પછી બાળકો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે. તેમ મંદિરના મુખિયાજી હરિઓમ વ્યાસે જણાવ્યું હતું.

