ગુજરાત રાજ્ય ના યુવા રમત ગમત મંત્રી હર્ષ સંઘવી ની આગેવાની માં ગુજરાત રાજ્યએ ખાસ ગુજરાત ના છેવાડા ના ગામ ના ખેલાડીઓ અને યુવા ખેલાડીઓને મંચ આપવા આવે છે જે સંદર્બે ગુજરાત રાજ્ય ના રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા કાર્યરત સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ગુજરાત દ્વારા રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્ર,વડોદરા ના સહયોગથી યંગ ટેલેન્ટ પસંદગી પ્રક્રિયા નું આયોજન કરવામાં આવેલ હતું. તાજેતર માં આયોજિત થયેલ ખેલ મહાકુંભ ની વિવિધ સ્પર્ધાઓ માંથી યંગ ટેલેન્ટ એટલેકે 9 થી 11 વર્ષ ના રમત ગમત ના રુચિ ધરાવતા બાળકો ની પસંદગી વડોદરા ખાતેથી કરવામાં આવેલ હતી આજ રોજ વડોદરા શહેર અને જિલ્લા ની બાળકો ની પસંદગી પ્રક્રિયા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આયોજિત કરવામાં આવી હતી. જેમાં 30 મીટર દૌડ, સ્ટેન્ડિંગ વર્ટિકલ જમ્પ, મેડિસિન બોલ થ્રો, સ્ટેન્ડિંગ બ્રોડ જંપ, 800 મીટર દૌડ, શટલ રન જેવા બાળકો નો ટેસ્ટ લેવામાં આવ્યા હતા. કુલ મળી ને 128 થી વધુ યંગ ટેલેન્ટ બાળકો એ ટેસ્ટ માં ભાગ લીધો હતો. જે બાદ તમામ પરિણામો ગાંધીનગર ખાતે સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ગુજરાત માં મોકલવામાં આવનાર છે.

