33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં દીપક ફાઉન્ડેશનના પ્રોજેક્ટ “સંગાથ”” હેઠળની સિદ્ધિઓ સાથે સ્ટેકહોલ્ડર ડિસેમિનેશન વર્કશોપ યોજાયો

ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સરકારી યોજનાઓ વિશે લોકજાગૃતિ લાવવી- કલેકટર ગાર્ગી જૈન

ભારતના પાંચ રાજ્યો (ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઝારખંડ અને તેલંગાણા)માં કાર્યરત દીપક ફાઉન્ડેશનની સ્થાપના વર્ષ ૧૯૮૨માં કરવામાં આવી. આ સામાજિક સંસ્થા વંચિતોના સર્વગ્રાહિ વિકાસ માટે કાર્યરત્ત છે. છોટાઉદેપુર શહેરના દરબાર હોલ ખાતે જિલ્લા કલેકટર ગાર્ગી જૈનની ઉપસ્થિતિમાં પ્રોજેક્ટ “સંગાથ” હેઠળની સિદ્ધિઓ રજૂ કરવાના એજન્ડા સાથે સ્ટેકહોલ્ડર ડિસેમિનેશન વર્કશોપનું યોજાયો હતો.

દીપક ગ્રુપ ઓફ કંપનીઝના સક્રિય અભિગમની પ્રશંસા કરતા જિલ્લા ક્લેક્ટરએ જણાવ્યું હતું કે,ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સરકારી યોજનાઓ વિશે લોકજાગૃતિ લાવવી. સરકારી યોજનાનો લાભ મેળવવા માટે સુલભતાની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો.

રિસર્ચ અને ડેવલપમેંટ વિભાગના વડા સ્મિતા મણિયારે જણાવ્યું હતું કે,છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકના ૨૪ ગામોમાં સરકારી યોજનાઓ વિશે જાગૃત્તાના કાર્ય કરવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લામાં ૨૦૨૨થી શરૂ કરાયેલા પ્રોજેક્ટ ‘સંગાથ” હેઠળ અત્યાર સુધીમાં કુલ ૪૨૦૦થી વધુ પરિવારોના ૧૩૦૦૦થી વધુ લોકોને આવરી લેવામાં આવ્યા છે. ૪૧ હજારથી વધુ સરકારી યોજનાઓ અને જરૂરી દસ્તાવેજો માટેની અરજીઓની સુવિધા લોકોને આપવામાં આવી છે. સ્કીમ લિન્કેજ દ્વારા લાભાર્થીઓને અંદાજે ૭૬૦ કરોડથી વધુ રૂપિયાની રકમનું કન્વર્જન્સ થયું છે.

આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. બી.એમ. ચૌહાણ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જસવંત પરમાર, દીપક ફાઉન્ડેશનના નિયામક જાઈ પવાર, ડૉ. પ્રિયંકા મયતિ, સરકારી વિભાગોના અધિકારીઓ તથા પ્રતિનિધિઓ, ફાઉન્ડેશન કર્મચારીઓ અને “સંગાથ” પ્રોજેકટના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર તાલુકાના રાઠ વિસ્તારમાં આવેલ જડિયાના ગામે કડુલિયા ફળીયામાં મકાનમાં ચાલતી પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું

admin

નસવાડીના છેવટ અને બોરિયાદ ગામે રૂ.૧૧.૩૯ કરોડના ખર્ચે તૈયાર બે બ્રિજનું પ્રભારીમંત્રીશ્રી ભીખુસિંહ પરમારના વરદહસ્તે લોકાર્પણ

admin

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલીયા એ છોટાઉદેપુર ખાતે પ્રેસ કોન્ફરન્સ

admin

Leave a Comment