Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

તરગોળ પ્રાથમિક શાળાની તાળાંબંધીને લઈ લોકોનો રોષ ઠંડો પાડવા માટે તાત્કાલિક અસરથી પગલાં ભર્યા

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તરગોળ પ્રાથમિક શાળાની તાળાંબંધીને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રાથમિક શાળા આચાર્યનો ચાર્જ લઈ અને શાળાના બીજા શિક્ષકને આચાર્યનો ચાર્જ સોંપવામાં આપવામાં આવ્યો,

ગ્રામજનોના વિરોધને લઇને શાળાના આચાર્યની બોડેલી ખાતે બદલી કરવામાં આવી છે,

બોડેલી તાલુકાના તરગોળ ગામે પ્રાથમિક શાળાના બાળકોને મજૂરી કામ શાળા ના આચાર્ય કરાવતા હતા જેનો વિડિયો વાયરલ થતાં જેની ગંભીર નોંધ જિલ્લા શિક્ષણ અધિકારી એ લેતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ અન્ય કર્મચારીઓને શાળા એ મોકલી તપાસ કરાવતા ગ્રામજનોએ શાળાના આચાર્ય ભાવનાબેન મકવાણા બાળકોને શિક્ષણ આપવાની જગ્યાએ તેઓ પાસે મજૂરી કામ કરાવે છે, તેવા આક્ષેપો કર્યા હતા અને તપાસ નો અહેવાલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી એ જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપ્યો હતો,

ત્રણ દિવસ થી પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી હતી, અને આચાર્ય સામે લોકોનો રોષ હતો, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ રોષ ઠંડો પાડવા માટે તાત્કાલિક અસરથી પગલાં ભર્યા છે, અને સમગ્ર અહેવાલ શિક્ષણ નિયામક ગાંધીનગરને મોકલવામાં આવ્યો છે,

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

દિલ્હી ઇન્ડિયા હેબિટેટ સેન્ટર ઓડિટોરિયમ ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણીમાં છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર ડુંગરવાંટ ગ્રામ પંચાયતને બેસ્ટ લર્નર એવોર્ડ મળ્યો.

admin

બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ મોટર સાઇકલ સાથે એક ઇસમને ઝડપી પાડી- ગણતરીના દિવસમાં ગુનાનો ભેદ ઉકેલી કાઢતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ…..

admin

ફરી એકવાર શિક્ષણ જગતને શર્મસાર કરનારી ઘટના સામે આવી છોટાઉદેપુરમાં આધેડ શિક્ષકે શાળામાં ૧૩ વર્ષની બાળકી સાથે છેડતી કરી

admin

Leave a Comment