વડોદરાના Eva મોલ ખાતે અજાણી વ્યક્તિનો ઉપદ્રવ — ત્રણથી ચાર વાહનોને નુકસાન, વ્યક્તિ અસ્થિર મગજનો હોવાનું બહાર આવ્યું
વડોદરાના Eva મોલ ખાતે આજે એક અજાણી વ્યક્તિ દ્વારા અચાનક લોકોને છૂટ્ટા મેન્ટલ અને પથ્થર ફેંકી મારવાનો બનાવ બન્યો હતો. આ દરમિયાન ત્રણથી ચાર વ્યક્તિઓની ગાડીઓના કાચ અને વાહનોને નુકસાન પહોંચ્યું હતું. ઘટનાને પગલે લોકો દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો અને તરત જ 112 પર કોલ કરીને પોલીસને જાણ કરવામાં આવી.
પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ત્યારે વ્યક્તિ થોડો અસ્થિર મગજનો હોવાનું જાણવા મળ્યું. પોલીસ દ્વારા આધાર સેવા પર કોલ કરીને આધાર ગાડી બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ વ્યક્તિને યોગ્ય સારવાર માટે આધાર કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો.
સદનસીબે ઘટનામાં કોઈ વ્યક્તિને ઇજા પહોંચી નથી, પરંતુ વાહનોને થયેલું નુકસાન અને અચાનક ઉપદ્રવથી ત્યાં હાજર લોકોએ દહેશત અનુભવી હતી.

