41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

વિસાવદર એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય રાસ ઉત્સવ

વિસાવદર ધારી બાયપાસ પર આવેલ એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આજે સ્કૂલના વિદ્યાર્થી બાળકો અને વાલીઓનો ભવ્ય રાસ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગેવાનો અગ્રણીઓ રાજકીય આગેવાનો અધિકારીઓ વિદ્યાર્થીના વાલીઓ તેમજ વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા અવનવા ટ્રેડિશનલ ડ્રેસમાં એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી ભાઈ બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને નાના બાળ ખેલૈયાઓ મન મૂકી નાચ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન બાળકોને પ્રોત્સાહિત કરવા લાયસ ક્લબ વિસાવદર તેમજ અન્ય દાતાઓ દ્વારા પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યું હતું અને સાથે સાથે પ્રિન્સેસ અને પ્રિન્સ ટ્રેડિશનલ ડ્રેસ વિજેતાઓને શિલ્ડ અને રોકડ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો સ્કૂલના શિક્ષક સ્ટાફ પરિવારે ખૂબ જ ઉત્સાહ પૂર્વક વ્યવસ્થાપન અને સંચાલનમાં ધ્યાન આપી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પધારેલા વાલીઓ ને પણ આ રાસ ઉત્સવમાં જોડી અને પોતાના બાળકો વાલીઓ અને શિક્ષક પરિવાર સૌ સાથે મળી આ રાસ ઉત્સવમાં ગરબે ઘુમીયા હતા આમ ભવ્યથી અતિ ભવ્ય રીતે ઇન્ટરનેશનલ એપોલો સ્કૂલમાં રાસ ઉત્સવનું આયોજન થયું હતું જે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર

Related posts

વિસાવદર લાયન્સ કલબ દ્વારા વિજય દિવસ નિમિત્તે નિબંધ લેખન સ્પર્ધા યોજાઈ

admin

વિસાવદર વિધાનસભા 87 ચૂંટણીનો ખરેખર જંગ જમ્યો.

admin

જુનાગઢના માંગરોળમાં કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાઈ.

admin

Leave a Comment