ખેલ મહાકુંભ–2025- 26અંતર્ગત જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા પાવીજેતપુર શ્રીમતી વી.આર.શાહ. હાઈસ્કુલ મુકામે યોજાઈ.જેમાં અંડર–૧૪ કબડ્ડી સ્પર્ધામાં ખત્રી વિદ્યાલયની કબડ્ડી ટીમે રમતકૌશલ્ય બતાવીને જિલ્લા કક્ષાએ વિજય નોંધાવ્યો છે. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અમારી ટીમ સતત દમદાર પ્રદર્શન કરતી રહી . સેમિફાઈનલ તથા ફાઈનલ બંને મુકાબલાઓમાં ખેલાડીઓએ અનોખી ઝડપ, રણનીતિ અને ટીમસ્પિરિટ દર્શાવી પ્રતિસ્પર્ધીઓને પાછળ રાખતા વિજય હાંસલ કર્યો.આ પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી વિક્રમભાઈ રાઠવા તથા તેઓના સહાયક રિદ્ધિબેન હાજર રહ્યા હતા. શાળાના પી. ટી.શિક્ષક એમ.એમ.ઠાકોર સાહેબના માર્ગદર્શન હેઠળ રમતની મક્કમ તાલીમ લીધેલ વિદ્યાર્થીઓએ આ સિદ્ધિ મેળવતા શાળાનું નામ ઝળહળતું કર્યું છે. શાળા પરિવાર, વાલીગણ અને સ્પોર્ટ્સ વિભાગે ટીમને અભિનંદન પાઠવ્યા છે. હવે આ ટીમ રાજ્ય સ્તરના મુકાબલાઓ માટે છોટાઉદેપુર જિલ્લાનું નેતૃત્વ કરશે.
રીપોર્ટર સરફરાજ ખત્રી બોડેલી

