30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

એમ.એસ.યુનિવર્સિટીનીફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસ ખાતે વિદ્યાર્થીઓ માટે“સ્ટ્રેસ ટુ સ્ટેજ પ્રેઝન્સ” યોગ વર્કશોપનું સફળ આયોજન

વડોદરા : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસના विद्यार्थીઓ સ્ટેજ પર શ્રેષ્ઠ પ્રદર્શન આપી શકે અને માનસિક-શારીરિક રીતે તણાવમુક્ત રહી પોતાની કળાને વધુ પ્રભાવી બનાવી શકે તે હેતુથી એન.એસ.એસ. (NSS) યુનિટ અને ઉન્નત ભારત અભિયાન (UBA) યુનિટ દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (વડોદરા) ના સહયોગથી “ફ્રોમ સ્ટ્રેસ ટુ સ્ટેજ પ્રેઝન્સ” વિષય પર એક દિવસીય યોગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

ફેકલ્ટીના કોન્સર્ટ હોલ ખાતે યોજાયેલ આ વર્કશોપમાં મુખ્ય માર્ગદર્શક તરીકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, વડોદરા ઈસ્ટ ઝોનની કોર્ડિનેટર સુશ્રી ઋષિકા વણજાની હાજર રહ્યા હતા.

વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય સંગીત, નૃત્ય અને નાટ્યકલા ક્ષેત્રના વિદ્યાર્થીઓને પ્રદર્શન સમયે આવતી માનસિક ગભરાટની સ્થિતિ ઘટાડવામાં, શરીરના સંતુલન અને સ્ટેમિના વધારવામાં તથા સ્ટેજ પર આત્મવિશ્વાસપૂર્વક પ્રસ્તુતિ આપવા માટે જરૂરી યોગ આધારિત તકનીકો શીખવવાનો હતો.

સુશ્રી ઋષિકા વણજાની દ્વારા વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓને નીચેના વિષયો પર પ્રાયોગિક તાલીમ અપાઈ હતી:

  • તણાવમુક્તી – પ્રદર્શન પહેલાંનો ગભરાટ અને તેના ઉપાયો
  • વોર્મ-અપ – રિયાઝ/પરફોર્મન્સ પહેલાં જોઈન્ટ લૂઝનિંગ પ્રેક્ટિસ
  • યોગાસન – વાદકો, ગાયકો અને નૃત્યકારો માટે લાભદાયી આસનો
  • યોગ નિદ્રા – મનને શાંત કરવા અને ફોકસ વધારવા માટે ગાઈડેડ રિલેક્સેશન
  • ધ્યાન – નકારાત્મક વિચારોને દૂર કરી એકાગ્રતા વધારવાની ટેક્નિક
  • શ્વાસ અને અવાજ કસરતો – ખાસ કરીને વોકલ તથા ડ્રામાના વિદ્યાર્થીઓ માટે

આ વર્કશોપનું આયોજન ફેકલ્ટીના ડીન પ્રો. ગૌરાંગ ભાવસારના માર્ગદર્શન હેઠળ થયું હતું.
કાર્યક્રમનું સંકલન સુશ્રી ધ્વનિ શાહ (UBA કોર્ડિનેટર), ડો. નિતિન પરમાર (NSS પ્રોગ્રામ ઓફિસર) અને શ્રી જનક જાસકીયા (સ્પોર્ટ્સ કોર્ડિનેટર) દ્વારા કરવામાં આવ્યું હતું.

વિશ્વવિદ્યાલયના અનેક વિદ્યાર્થીઓએ આ વર્કશોપમાં ઉત્સાહપૂર્વક ભાગ લઇ યોગના માધ્યમથી પોતાની કલાત્મક અનુભૂતિ, સ્ટેજ પ્રેઝન્સ અને માનસિક તૈયારીને વધુ મજબૂત બનાવવાનો મૂલ્યવાન અનુભવ મેળવ્યો હતો.

Related posts

‘મસીયા કાંસ’ મકરપુરાને ડુબાડશે ! ?

admin

શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લી ની ૮૪મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ

admin

દશામાની સાંઢણીની આંખોમાંથી ઘી નીકળતું હોવાના મુદ્દે મંદિરના પૂજારીએ પત્રકાર પરિષદ યોજી

admin

Leave a Comment