સુવિધાનાં અભાવે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે.
શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતાં અરજદારોની વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી હતી.
શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડીમાં વહેલી સવારથી જ જનસેવા કેન્દ્રો બહાર વાલીઓ તથા વિદ્યાર્થીઓ આધારકાર્ડ અપડેટ માટે વલખાં મારી રહ્યા છે.
ત્યારે વહેલી સવારે પાંચ કલાકે આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા આધારકાર્ડ અપડેટ સેન્ટર પોસ્ટ ઓફિસની મુલાકાત લીધી હતી.
ત્યારબાદ લોકોની સમસ્યા જાણી તેના સમસ્યાનાં સમાધાન માટે જિલ્લા કલેકટર સાથે બેઠક કરી તથા આવેદન આપી તાત્કાલિક અસરથી નવા સેન્ટર ઊભું કરવા માટેની માંગણી કરવામાં આવી હતી.
સાથે સાથે Kyc અપડેટ ડિપાર્ટમેન્ટના ડીસી સાથે પણ મુલાકાત કરીને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક અસરથી E-kycનાં પણ નવા સેન્ટરો ઉભા કરી અને લોકોની હાલાકી દૂર કરવાં માટે રજૂઆત કરી હતી.
આ તકે આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેર, જિલ્લા સંગઠન મહામંત્રી દીપકભાઈ, સૌરાષ્ટ્ર ઇસ્ટ ઝોન સંગઠન મહામંત્રી અમૃતભાઈ મકવાણા, જિલ્લા મંત્રી ચિંતનભાઈ, શહેર ઉપ પ્રમુખ બકુલભાઈ પરમાર તથા સોહિલભાઈ તથા અન્ય આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

