ભારત દેશના વિવિધતાઓથી ભરપૂર દેશ છે. સ્વદેશી અભ્યાન હેઠળ અનેક કાર્યક્રમઓ દેશભરમાં કરવામાં આવી રહ્યા છે. ભારતમાં બનેલી આર્યુવેદિક તેમજ અને કેવી વસ્તુઓ જેવી દેશમાં આજે પણ પ્રચલિત છે. આવનારા સમયમાં દિવાળીનો પર્વ આવી રહ્યો છે ત્યારે દિવાળીના પર્વમાં લોકો સ્વદેશી વસ્તુઓની ખરીદી કરે એ અંતર્ગત ગૌ માતા આધારિત સ્વદેશી કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન વડોદરા શહેર ખાતે કરવામાં આવ્યું હતું. આત્મનિર્ભર ભારત સંકલ્પ સ્વદેશીને સંઘ આ કાર્યક્રમમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, વિસ્તારના કોર્પોરેટર તેમજ પાર્ટીના કાર્યકર્તાઓ અને વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આયોજક નિરવભાઈ જોશી મિત્ર મંડળનું કેવું છે કે ગૌમાતા ના છાણા માંથી બનેલી વસ્તુઓ દેશ વિદેશમાં પ્રચલિત છે ત્યારે ભારતમાં રહી અને ભારત દેશના લોકો સ્વદેશી વસ્તુ અપનાવે અને પોતાના સ્વાસ્થ્યને સારું રાખે એ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરી અને સ્વદેશી કીટનું વિતરણ કરવામાં આવ્યું છે

