છોટાઉદેપુર જિલ્લામાં બે લાખ ચાલીસ હજારથી વધુની આવક ધરાવતા અને ઈન્ક્મટેક્સ રિટર્ન ભરતા રેશનકાર્ડ ગ્રાહકોને તાલુકાના પુરવઠા નાયબ મામલતદાર દ્વારા નોટિસો પાઠવીને રિટર્નની વિગતો માંગીને સરકારી અનાજ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં, તાલુકા પુરવઠા નાયબ મામલતદારોએ 1664 જેટલા રેશનકાર્ડ ગ્રાહકોને નોટિસ આપી છે.
છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાઓમાં પુરવઠા વિભાગ દ્વારા બે લાખ ચાલીસ હજારથી વધુ આવક ધરાવતા અને ઈન્ક્મટેક્સની રિટર્ન ફાઈલ ભરતા હોય એવા રેશનકાર્ડ ધારાકોને નોટિસ આપવાની કામગીરી શરુ કરી છે. જયારે છોટાઉદેપુર જિલ્લામાં આ કામગીરીથી હજારો ગ્રાહકોનું સરકારી અનાજ બંધ થઈ જશે. જયારે પુરવઠા વિભાગની આ કામગીરીથી હજારો ગરીબ લોકોને લાભ મળશે, અત્યાર સુધી વધારે આવક ધરાવતા લોકો રેશનકાર્ડનો જથ્થો મેળવીને સરકારને ચૂનો લગાવતા હતા. હવે આવા રેશનકાર્ડ ગ્રાહકોને શોધવાનો પુરવઠા વિભાગનો નવતર પ્રયોગથી સરકારને પણ ફાયદો થશે. હાલતો છોટાઉદેપુર જિલ્લામાં કામગીરી ચાલી રહી છે. જેનાથી 6 તાલુકામાં અનેક લોકોના રેશનકાર્ડ ગ્રાહકોનું અનાજ બંધ થઇ જશે. સરકાર દ્વારા આદેશ કરાતા પુરવઠા વિભાગના તમામ નાયબ મામલતદારો કામગીરીમાં જોતરાયા છે. અને નોટિસ આપીને રૂબરૂ બોલાવી રેશનકાર્ડ ગ્રાહકો પાસે જવાબ લેવામાં આવશે. અને રિટર્ન માંગવામાં આવશે. જે રેશનકાર્ડ ધારકની 2 લાખથી વધારે આવક ધરાવતા હોય એવા પરિવારોના રેશનકાર્ડ જપ્ત કરવામાં આવશે.

