41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઈના મોતીબાગની વિરાસત ૧૦૦ વર્ષના વ્યાયામ શાળા ખંડેર હાલતમાં જોવા મળી

ડભોઈના મધ્યમાં આવેલો અને નગરજનો માટે સંભારણું બની ગયેલો મોતીબાગ ૧૦૦ વર્ષ પૂરા કરે છે જેવી છે. નગરશેઠ મોતીલાલ કોન્ટ્રાક્ટરના પરિવારે સાર્વજનિક ઉપયોગ માટે મહત્ત્વની જમીનનું દાન કરીને આ બગીચો અને તેની બાજુમાં વ્યાયામ શાળા સ્થાપવામાં મુખ્ય યોગદાન આપ્યું હતું. જોકે, સમય જતાં નગરપાલિકાના વહીવટ અને નગરજનોની નિષ્કાળજીના કારણે આ ઐતિહાસિક વિરાસત આજે મૃતપ્રાય અવસ્થામાં છે.મોતીબાગ: આનંદ પ્રમોદનું કેન્દ્ર, આજે વેરાન મેદાન૧૦૦ વર્ષથી વધુ સમય પહેલાં, દાતા મોતીલાલ કોન્ટ્રાક્ટરના પરિવારે લોકોના હૃદયમાં તેમનું નામ અમર રહે તે હેતુથી, બે તળાવોની વચ્ચે આવેલી જમીન પર બગીચા માટે દાન કર્યું હતું. આ સ્થળ મોતીબાગના નામે પ્રખ્યાત થયું, જે એક સમયે ડભોઈનો એકમાત્ર બગીચો હતો.ભૂતકાળની ભવ્યતા: અહીં આનંદ-પ્રમોદના સાધનો હતાં અને વિવિધ રંગોના ફૂલોની સુગંધથી નગરજનોનું મન પ્રફુલ્લિત થતું. સાંજના સમયે પરિવારો કલાકો સુધી બેસીને સમય પસાર કરતા, જ્યાં રેડિયોની સુરાવલીનો મધુર અવાજ આનંદ આપતો. બાળકો વિવિધ રમત-ગમતના સાધનો સાથે રમતા હતા.વર્તમાનની વેદના: બગીચાની જાળવણી માટે મગનભાઈ માળીને જવાબદારી સોંપાઈ હતી, પરંતુ તેમના અવસાન પછી બગીચામાં ઝાડી-ઝાંખરા ઊગી નીકળ્યા અને તે મૃતપ્રાય અવસ્થામાં આવી ગયો.
​વહીવટી અવ્યવસ્થા: સૌથી મહત્ત્વનો ફાળો નગરપાલિકાના “શહેરીબાવાઓ”નો રહ્યો છે. તેમણે બગીચાના અડધા ઉપરાંતના ભાગનો ઉપયોગ બદલી નાખ્યો. અહીં બે વિશાળ પાણીની ટાંકીઓ, બે પાણીના સંપ અને ભંગાર મૂકવાનું મોટું ગોડાઉન બનાવી દેવામાં આવ્યું છે. જે હેતુ માટે જમીન દાનમાં અપાઈ હતી, તે હેતુ બર આવ્યો નથી. પરિણામે, એક સમયે નગરનું ગૌરવ ગણાતો મોતીબાગ આજે ઉજ્જડ બની ગયો છે.100 વર્ષ જૂની વ્યાયામ શાળાની ખંડેર હાલત: સામાજિક વિઘટનનું કેન્દ્ર મોતીબાગની બાજુમાં જ, મોતીલાલ કોન્ટ્રાક્ટરના પરિવારજનોએ લગભગ 100 વર્ષ પહેલાં સંવત ૧૯૮૮માં મગનભાઈ મોતીભાઈ કોન્ટ્રાક્ટર સાર્વજનિક વ્યાયામ શાળાની ભેટ નગરજનોને આપી હતી.સ્થાપનાનો ઉદ્દેશ: આ વિશાળ વ્યાયામ શાળાનો હેતુ નગરજનોની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય જાળવવાનો હતો. અહીં મફત તાલીમ અપાતી હતી, કસરતના સાધનો હતા અને વચ્ચેના ભાગે મોટો ખાડો બનાવીને કુસ્તીના દાવપેચ પણ શીખવવામાં આવતા હતા.
​આજની પરિસ્થિતિ: આજે આ વ્યાયામ શાળા સંપૂર્ણપણે ખંડેર હાલતમાં છે. ચારે તરફના બારી-બારણાં અસામાજિક તત્વો ઉઠાવી ગયા છે. કુસ્તી માટેના ખાડાઓ પૂરી દેવાયા છે અને કમ્પાઉન્ડમાં ઝાડી-ઝાંખરાં ઊગી નીકળ્યા છે.
​અસામાજિક ગતિવિધિઓ: ભયાનક લાગતી આ શાળા હવે સામાજિક વિઘટનનું કેન્દ્ર બની ગઈ છે. અહીં દારૂની પોટલીના ખાલી પાઉચ જોવા મળે છે, જે રાત્રીના અંધકારમાં ચાલતી ગતિવિધિઓ સૂચવે છે. વળી, રાત્રીના સમયે પ્રેમીઓ માટે એકાંતની જગ્યા બનવા સાથે લોકો શરમ મૂકીને શાળામાં જ શૌચાલય કરતા હોવાનું પણ જોવા મળે છે.
​વિરાસતને બચાવવાની તાતી જરૂર
​આ બંને સંસ્થાઓ ડભોઈની વિરાસત અને નગરશેઠની ઉદારતાનું પ્રતીક છે. નગરજનોની યાદો સાથે જોડાયેલી આ વિરાસતને બચાવવા માટે સંસ્થાના સંચાલકો, દાતાના પરિવાજનો અને ડભોઈ નગરપાલિકાએ તાત્કાલિક ધોરણે પગલાં ભરવા અનિવાર્ય છે. જો યોગ્ય

Related posts

બ્રેક નહીં લાગવાથી ટામેટા ભરેલી કન્ટેનર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો

admin

વડોદરા શહેરમાં વસતા બંગાલી સોની સમાજ નેતાજી સંઘ વડોદરા દ્વારા દુર્ગાપૂજા નું આયોજન કરવામાં આવ્યું

admin

વડોદરામાં 18 ફૂટ ઊંડો ભુવો, તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ

admin

Leave a Comment