27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના માંડવી ખાતેથી ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો 216મો વરઘોડો નીકળ્યો…

વડોદરા માં આજે દેવપોઢી અગિયારસના દિવસે ભગવાન વિઠ્ઠલનાથજી નો વરઘોડો નિકળ્યો. આ વરઘોડો દર વર્ષે પરંપરા અનુસાર માંડવી ગેટમાંથી પસાર થતો હોય છે. વડોદરાના પૌરાણિક વિઠ્ઠલનાથજી મંદિરના મહંત હરિઓમભાઇ વ્યાસે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, 1866 માં વિઠ્ઠલ મંદિરમાં ભગવાન બિરાજમાન થયા છે. મંદિરમાં પુષ્ટિમાર્ગીપ ઉત્સવો ઉજવવામાં આવે છે. દેવપોઢી અને દેવઉઠી અગિયારસે વરઘોડો નીકળે છે. તે પાછળનું એક રાજવી પરિવારનો નિર્ણય ખુબ જ સરાહનીય છે. વર્ષો પહેલા શ્રદ્ધાળુઓ પંઢરપુર જતા હતા, ત્યારે વડોદરામાં આ પ્રકારે વાહન વ્યવહારની સુવિધા ન હતી. જેથી તેમણે વિઠ્ઠલનાથજીની સ્થાપના કરી હતી. તે બાદ વરઘોડા નિકળ્યો તેમાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાય છે. જે તે સમયે શ્રદ્ધાળુઓ પંઢરપુર જઇ શકતા ન્હતા. અને હાલમાં જઇ શકતા નથી, તેવા મહારાષ્ટ્રીયન સમાજ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા ભગવાન વિઠ્ઠલનાથજી ની પૂજા અર્ચના આરતી કર્યા બાદ ભગવાન શ્રી વિઠ્ઠલાજી નો વરઘોડો કાઢવામાં આવ્યો હતો આ વરઘોડો માંડવી, એમ જી રોડ, પદ્માવતી શોપિંગ સેન્ટર, ગાંધીનગર ગૃહ, અમદાવાદી પોળ, રાવપુરા ટાવર, કોઠી ચાર, થઈ ને કીર્તિ મંદિર ખાતે હરિહરનું મિલન થશે. અને સાંજે ભગવાન નીજ મંદિરમાં પરત ફરશે.

Related posts

વડોદરા મીડિયા ક્લબ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી..

admin

વડોદરા કોર્પોરેટર પ્રફુલબેન જેઠવાના પતિએ પાની પુરવઠાના AAE કાર્યપાલક એન્જિનિયરને લાફો માર્યો

admin

વાઘોડિયાની ડો. એન. જી. શાહ સાર્વજનિક હાઈસ્કૂલના ‘અમૃત મહોત્સવ’ની ભવ્ય પૂર્ણાહુતિ

admin

Leave a Comment