વડોદરા શહેરના કાલાઘોડા નજીક બ્રિજ પાસે ગતરોજ સ્કૂટર મૂકી આધેડે રૂપેશ રાણા વિશ્વામિત્રી નદીમાં પડતું મૂક્યું તેનું મૃતદેહ મુંજમહુડા વિશ્વામિત્રી નદીમાંથી મળી આવ્યો હતો.
વડોદરા શહેરના કાલાથોડા બ્રિજ પાસે સ્કૂટર મૂકી એક આધેડે રૂપેશ વિશ્વામિત્રી નદીમાં પડતું મૂક્યું હોવાની આશંકાને પગલે પોલીસે ફાયર બ્રિગેડની મદદ લીધી હત બ્રિજ પરથી સ્કૂટર,ડિકિમાંથી મોબાઇલ અને પગથિયાં પર ચંપલ મળતાં ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ
રૂપેશ રાણા નામના આધેડ સવારે ગૂમ થતાં પરિવારજનોએ શોધખોળ કરી હતી.જે દરમિયાન કાલાથોડા બ્રિજ પાસેથી તેમનું સ્કૂટર મળી આવતાં શંકાના વમળો સર્જાયા હતા.બનાવની જાણ પોલીસને કરાતાં તપાસ દરમિયાન સ્કૂટરની ડિકિમાંથી બે મોબાઈલ મળ્યા હતા.જ્યારે નદીના પગથિયા પરથી ચંપલ મળ્યા હતા.ફાયર બ્રિગેડને શોધખોળ દરમિયાન કાંઇ હાથ લાગ્યું ન હતુ .ફરીથી આજ રોજ ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી ત્યારે
મુજમહુડા પાસે બુલેટ ટ્રેનની કામગીરી ચાલે છે તે દરમિયાન પાસે રૂપેશ રાણા ડેડ બોડી દેખાતા દાંડિયા બજાર ફાયર બ્રિગેડ ના જવાનો પહોંચી રૂપેશ રાણા ના મૃતદેહ ને બહાર કાઢી લેવામાં આ અંગેની જાણ પોલીસને તથા પોલીસ ઘટના સ્થળ પહોંચી ગઈ હતી હાલ પોલીસે અકસ્માત ગુનો નોંધી મૃતદેહને વડોદરા ની સયાજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા મળ્યા હતા.

