છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે આવેલી પંચાયત માર્ગ મકાન વિભાગની કચેરીના પોપડા ખરી રહ્યા છે. જયારે કચેરીના કેમ્પસમાં આવેલું અધિકારીનું ક્વાટર્સનો છતનો ભાગ તૂટી પડ્યો છે. જયારે તાલુકા પંચાયત પ્રમુખનો બંગલો પણ જર્જરિત અવસ્થામાં આ તમામ બિલ્ડીંગ પંચાયત માર્ગ મકાન વિભાગના કેમ્પસમાં આવેલા છે.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગની કચેરી 1962 માં બનેલી છે. જયારે તે કેમ્પસ માં ડેપ્યુટી ઈજેનર નું ક્વાટર્સ અને રેસ્ટ હાઉસ બનેલું છે. તેની બાજુમાં તાલુકા પંચાયત પ્રમુખ નો બંગલો બનેલો છે. જયારે પાછળ ના ભાગ માં કર્મચારીને રહેવા માટે ક્વાટર્સ બનેલું છે. આ તમામ બિલ્ડીંગો જર્જરિત થઈ ગયા છે. પંચાયત માર્ગ મકાન વિભાગની કચેરી ના પોપડાખરી રહ્યા છે. જયારે કચેરીની છાજલી ઉપર ઝાડ ઉગી નીકળ્યા છે. જયારે તેની બાજુમાં તાલુકા પંચાયત પ્રમુખ નો બંગલો પણ જર્જરિત અવસ્થામાં છે. તેની છત ઉપર ઝાડીઝાંખર ઉગી નીકળ્યા છે. તેની બાજુમાં ગોડાઉન આવેલું છે. તે પણ જર્જરિત અવસ્થા માં છે. જયારે તાલુકા મથક ની પંચાયત માર્ગ મકાન વિભાગ ની કચેરી જર્જરિત અવસ્થા માં હોય તે કચેરી રીપેરીંગ માટે તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવતી નથી. જયારે સરકાર દ્વારા અધિકારીઓની કચેરી બનાવવા માટે ગ્રાન્ટ ફાળવતી નથી. અત્યાર સુધી તાલુકાના રસ્તા બિસ્માર હતા હવે અધિકારીની કચેરીઓ પણ બિસ્માર થઇ ગઈ છે. જયારે અધિકારીનું ક્વાટર્સ છે. તેની બાજુમાં મુખ્ય રસ્તો છે. અને પાછળ ના ભાગ માં કુમાર શાળા આવેલી છે. તેમાં વિદ્યાર્થીઓ રમત પિરિયડ વખતે અનેક જાતની રમતો રમે છે. તેની જોડે આ અધિકારીનું બિસ્માર ક્વાટર્સ ગમે ત્યારે તૂટી પડે તેમ છે. હાલ છત તો ભાગ તૂટી ગયો છે. ત્યારે પ્રાથમિક શાળા ના બાળકો ને કોઈ જાનહાની ના થાય તે માટે આ ક્વાટર્સ તોડી પાડવા માટે પંચાયત માર્ગ મકાન વિભાગે કાર્યવાહી કરવી જોઈએ દિવસે દિવસે અધિકારીનું ક્વાટર્સ તૂટી રહ્યું છે. ત્યારે બાળકો ના જીવ નું જોખમ છે. ત્યારે અધિકારીઓએ આ બાબતે ધ્યાન આપવું જોઈએ તે જરૂરી બન્યું છે.
રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

