33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

સરકાર એક તરફ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરી રહી છે ત્યાં બીજી તરફ આદિવાસી વિસ્તારમાં એક એવી સ્કૂલ છે જ્યાં એક શિક્ષક, શાળા જર્જરિત, પીવાના પાણીની કોઈ સુવિધા નથી

નસવાડી તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે. આદિવાસી બાળકો ગરીબ પરિવારમાં આવતા હોવાથી સરકાર દ્વારા ચલાવાતી પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા હોય છે. સરકાર પ્રાથમિક શાળા નું શિક્ષણ આપવામાં સુવિધાઓ આપતી નથી જેનો નસવાડી તાલુકામાં પ્રાથમિક શિક્ષકોની ઘટ આઠ માસ થી છે. તે ઘટ વાળી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો મુકવામાં આટલા મહિનાઓ વીતી જવા છતાંય સરકાર અને શિક્ષણ વિભાગ ધ્યાન આપતું નથી. નસવાડી તાલુકાના જુના તણખલા ગામે આવેલ પ્રાથમિક શાળામાં બે વર્ગ ખંડો છે બંનેવ જર્જરિત છે. પતરા માંથી પાણી પડે છે. જયારે 35 જેટલા બાળકો ની સંખ્યા છે. બે શિક્ષકોનું મહેકમ છે. પરંતુ શાળામાં આઠ માસ થી એકજ શિક્ષક ફરજ બજાવે છે. તેના થી તમામ બાળકો ને એકજ વર્ગ ખંડ માં બેસાડવામાં આવે છે. ધોરણ 1 થી 5 ની શાળા છે. જેમાં અલગ અલગ ધોરણ ના બાળકો ને અભ્યાસ કરાવવા માટે શિક્ષક ને ભારે મુશ્કેલી પડે છે. ધોરણ 5 વાળા વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે તો 1 થી 4 ના વિદ્યાર્થીઓ ને ચુપચાપ બેસી રહેવું પડે જયારે બાળકો ચુપચાપ બેસતા નથી નવરા પડે તો વર્ગખંડ માથે લે છે. આવી સમસ્યા માં પ્રાથમિક શાળા ના બાળકો ને શિક્ષક અભ્યાસ કરાવી શકતા નથી. અભ્યાસ ના કરાવે તો બાળકો નું શિક્ષણ બગડે છે. આવી પરિસ્થિતિ માં શિક્ષકો ને કામગીરી કરવી પણ મુશ્કેલ છે. સરકારે વહેલી ટકે આવી શાળા ઓમા શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી શિક્ષકો માંગ કરી રહ્યા છે.

Related posts

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ પાસે અશ્વિન નદી ઉપર આવેલ બ્રિજની પેરાફીટ જર્જરિત અવસ્થામાં

admin

જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા દરબાર હોલ છોટાઉદેપુર ખાતે ૨૪ માર્ચ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી અંતર્ગત ટીબી મુક્ત ગ્રામ પંચાયત સન્માન કાર્યક્રમ યોજાયો.

admin

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના રૂમડીયા ગામે એપ્રોચ રિસર ફેસિંગ રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે

admin

Leave a Comment