છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં ભેસાવહી ગામમાં વચલા ફળિયા થી પટેલ ફળિયા તરફ રસ્તા ઉપર પાણીનો નિકાલનો કોઈ સુવિધા ન હોવાથી બારેમાસ પાણીનો જમાવડો ત્યાં થાય છે. તેને લઈને બારેમાસ ગંદકી ના કારણે આજુબાજુ રહેનારા ગામ વાસીઓ હેરાન પરેશાન થઈ ગયા છે.
આ રસ્તા ઉપર વર્ષોથી આજ પરિસ્થિતિ છે. રસ્તા ઉપર અવાર જવર કરતા લોકોને પણ ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જોકે ગ્રામજનો દ્રારા તંત્રને વારંવાર જાણ કરવા છંતા હજી સુધી પાણીનો નિકાલ કરવા કે ગટર લાઈન બનાવવાની કોઈ પણ જાતની કાર્યવાહી હાથ ધારેલ નથી. તેનો હજી સુધી કોઈ પણ પ્રકારનો નિકલ આવ્યો નથી.
બાઈક ચાલકોને રસ્તા ઉપરથી બાઈક સ્લીપ થઈ જવાનો ભઈ લાગે છે અને તેમાં જો કોઈ વ્યક્તિને હૉસ્પિટલ લઇ જવું હોય તો આ રસ્તાને પાર કઈ રીતે કરવું ? એ પશ્ન મુંજવણમાં મૂકી દે છે. વળી વર્ષો થી આ જ પરિસ્થિતિ હોય અને તંત્રને લોકોની મુશ્કેલી ન દેખાય જેના પરથી તંત્ર ઘોર નીંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.
હવે જ્યારે ચોમાસુ બેઠું છે ત્યારે રસ્તા પર પાણીના ગરકાવના કારણે અને પાણીનો નિકાલ ના થતા ત્યાં મચ્છર ના ઉપદ્રવ ના કારણે બીમારી ફેલાય તેવી શક્યતા છે. જોકે પાણીનો નિકાલ ના થતા દુર્ગંધના કારણે ગ્રામ વાસીઓ ત્રસ્ત થઈ ગયા છે.
રિપોર્ટર : વિમલ.વી.રાઠવા, જેતપુર પાવી

