ખેડૂત સીધા ગ્રાહકને પોતાનું ઉત્પાદન વેચી પોષણક્ષમ ભાવ મેળવે તેવો નવતર પ્રયાસ
છોટાઉદેપુર જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપી પ્રાકૃતિક કૃષિ કરવા માટે સઘન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં ખેડૂતો દ્વારા વિવિધ પાકોનું ઉત્પાદન કરી સારી એવી આવક મેળવતા થયા છે. જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદિત કેસર કેરીનું જિલ્લા સેવા સદન ખાતે વેચાણ કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂત સીધા ગ્રાહકને પોતાનું ઉત્પાદન વેચી પોષણક્ષમ ભાવ મેળવે તેવો નવતર પ્રયાસ હાથ ધારવામાં આવ્યો હતો. આ નવતર પ્રયાસ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચુંધેલી ગામના ખેડૂત દ્વારા પ્રાકૃતિક રીતે ઉત્પાદિત કેસર કેરીનું વેચાણ કરવામાં આવ્યુ હતું.

