Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

“સ્વાગત ફરિયાદ નિવારણ” જિલ્લાકક્ષના કાર્યક્રમમાં પ્રજાજનોની વિવિધ ૧૪ અરજીઓનો સંતોષકારક નિકાલ

ચોક્કસ સમયમર્યાદામાં અરજદારોની અરજીઓનો નિકાલ કરવા સૂચન કરતા કલેકટર ગાર્ગી જૈન

જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરીના વીસી હોલ ખાતે જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રજાજનોની વિવિધ ૧૪ જેટલી અરજીઓ મળી હતી. આ તમામ અરજીઓનો કલેકટર દ્વારા સંતોષકારક નિકાલ કરવામાં આવ્યો હતો.

જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ “સ્વાગત ફરિયાદ નિવારણ”માં ઉપસ્થિત તમામ અરજદારોની રજૂઆતોને જિલ્લા કલેકટરશ્રીએ ધ્યાનપૂર્વક સાંભળી હતી.તમામ ૧૪ અરજીઓના અરજદારોના પ્રશ્નો સંદર્ભે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમયમર્યાદામાં અરજદારો અરજીઓનો નિકાલ કરવા સૂચન કર્યુ હતું.

સ્વાગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શૈખ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.ડી.ભગત સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

છોટાઉદેપુર દરબાર હોલ ખાતે શિક્ષણ દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો

admin

નસવાડી તાલુકા કક્ષાનો રવિ કૃષિ મોહત્સવ નસવાડી એપીએમસી ગ્રાઉન્ડમાં યોજાયો

admin

રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલા કામોને લઈને ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ માહિતી આપી

admin

Leave a Comment