31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર દરબાર હોલ ખાતે આવનારી નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસની અગત્યની બેઠક યોજાઈ.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલના આદેશ અનુસાર તમામ જિલ્લાઓ ખાતે નગરપાલિકાની ચૂંટણીઓને લઈને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે છોટાઉદેપુર દરબાર હોલ ખાતે પૂર્વ ઉદ્યોગ મંત્રી અને નિરીક્ષક ભીખાભાઇ રબારી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ચિરાગભાઈ શેખ, પૂર્વ વિરોધ પક્ષના નેતા અને જિલ્લા કોંગ્રેસના નેતા સુખરામભાઇ રાઠવા, જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ જગાભાઈ રાઠવા, શશીકાંતભાઈ રાઠવા, કોંગ્રેસ નેતા પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા, પાવી જેતપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કાજલભાઈ રાઠવા સહિત ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકની અંદર આવનારી નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં લઈને કોંગ્રેસ પાર્ટીને વધુ મજબૂત કઈ રીતે બનાવી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Related posts

માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ જેવી યોજનામાં ભ્રષ્ટાચાર રોકવા ખ્યાતી હોસ્પિટલના સંચાલકો પર દાખલો બેસે તેવી કડકમાં કડક સજા થાય તે માટે આમ આદમી પાર્ટી છોટાઉદેપુર દ્વારા નિવાસી અધિક કલેકટરને આવેદન પત્ર આપ્યું

admin

છોટાઉદેપુરના બરોજ ખાતે આવેલી પી એમ શ્રી આશ્રમ શાળામાં ટીબી રોગ અંગે જન જાગૃતિ કાર્યક્રમ

admin

છોટાઉદેપુર તાલુકાના સિંગલા ગામે ઈંદના કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ હાજરી આપી

admin

Leave a Comment