છોટાઉદેપુર તાલુકાના સિંગલા ગામે ઈંદના કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી એ હાજરી આપી હતી, જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ આદિવાસી સંસ્કૃતિની ઝલક નિહાળી હતી.
છોટાઉદેપુર તાલુકાના સીંગલા ગામે આદિવાસી સમાજની પરંપરા મુજબ ઈંદનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આસપાસના ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે હાજરી આપી હતી. જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ હાજરી આપીને આદિવાસી સમાજની સંસ્કૃતિની ઝલક નિહાળી હતી.
મોહસીન સુરતી છોટાઉદેપુર

