30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ક્રાઇમગુજરાતછોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

પત્નીએ પતિ ઉપર આડા સબંધની શંકા કરતા પતિએ પત્નીને મોતના ઘાટ ઉતારી  

પ્રાપ્ત માહિતી મુજબ કોહીવાવ ગામની સેજલ રાઠવાના લગ્ન મોટી રાસલી ગામના પ્રકાશભાઈ સાથે હતા. તેઓને સંતાનમાં પાંચ માસનો એક દીકરો છે. તારીખ ૧૫ જૂન ૨૦૨૪ના રોજ રાત્રીના સમયે પોતાનો પતિ પ્રકાશ મોડો ઘરે આવતા સેજલ દ્રારા કેમ મોડા આવો છો ? તમારે કોઈના સાથે આડા સબંદ છે ? બસ આટલું સાંભળતાની સાથે જ પ્રકાશને ગુસ્સો આવી ગયો. તેને પત્નીને ત્રણ – ચાર લાફા જીકી દીધા.  લાફા જીકતા જ પત્ની સેજલ બેહોશ થઇ ગયી. છતાંય આટલે ના અટકતા પતિ પ્રકાશને એટલો આવેશ આવી ગયો હતો કે તેને બાજુમાં પડેલ સાડી વડે ગળે ટૂંપો દીધો. આવેશમાં આવેલ પતિને કોઈ ભાન ન રહ્યું. તેને એ પણ ભાન ન રહ્યું કે તેની પત્નીનો જીવ નીકળી ગયો છે. પત્નીના મોત પછી તેને પોલીસનો ડર સતાવવા લાગ્યો. પછી તેને પોતાનું સાતિર દિમાગ ચલાવવાનું ચાલુ કર્યું. તેને સાડી વડે  પત્નીને પંખા ઉપર લટકાવી દીધી. જો કે આ સમયે રૂમમાં બીજું કોઈ ના હતું. પ્રકાશની ઘરે બહેન બનેવી આવેલા હોવાથી તેની માતા તેમની જોડે ધાબા ઉપર સુઈ રહ્યા હતા. પંખા ઉપર લટકાવીને પ્રકાશ પણ ધાબા ઉપર જઈને સુઈ ગયો. વહેલી સવારે પ્રકાશની માતા ધાબા ઉપરથી નીચે ઉતારતા તેને ખબર પડી કે સેજલની લાશ  પંખા ઉપર લટકી રહી છે. પ્રકાશની માતા ધાબા ઉપર જઈને ઉપર સુતેલા તમામ સભ્યોને જગાડ્યા. પરિવાર જાણો દ્રારા સેજલની લાશને પંખા ઉપરથી નીચે ઉતારવામાં આવી. ગામમાં આ વાતની જાણ થતા લોકોના ટોળે ટોળા ઉમટવા મંડ્યા. સેજલની મોતની વાતને દબાવવામાં માટે મોતની એક કહાની ઘડી. જેમાં સેજલ સવારે વહેલા ધાબા ઉપરથી ઉતારાથી ઘડીયે પડી ગયી હતી. જેના કારણે તેનું મોત થયું હતું. આજ વાતની જાણ સેજલના પિયર વાળાઓને પણ  કરી. સેજલના માતા પિતા સહિત તેના પિયર વાળા આવી ગયા. તેની માતા એ જયારે ગળામા પડેલ નિશાન બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે છકડા માં બેસી ઉચાપાન ગામે જઈ રહ્યા હતા. ત્યારે સાડીનો પાલવ વ્હીલ મા આવી ગયો હતો અને તે ગળામાં ફસાઈ જતા નિશાન પડી ગયું હતું. જે બાબત પિયર વાળાઓએ ધ્યાને ન લીધી. અંતિમ ક્રિયા માટે  સેજલને લઈ જવામા આવી. ચિંતા પર સુવડાવી ત્યારે રાઠવા સમાજના રીત રિવાજ પ્રમાણે તેના ઘરેણા ચિંતા ઉપર થી ઉતારવાના હોઈ છે. કાનમાં પહેરેલ બુટી જ્યારે સેજલ ના કાકા ઉતરી રહ્યા હતા. ત્યારે ગળામાં કળા ડાગા જોવાયા અને નખના નિશાન પણ જોતા કૈક અજુગતું થયું હોવાનો એહસાસ થયો અને અગ્નિદાહ આપતા પહેલા તેના કાકા એ પોલીસને જાણ કરી. પોલીસ આવતા સેજલની ડેડ બોડીને પી.એમ.માટે લઈ જવામાં આવી. પી એમ રિપોર્ટ આવ્યો તો સેજલના પરિવાર ને જાણ થઈ કે સેજલની હત્યા થઈ છે.

પ્રકાશના સસરા એ જ્યારે પૂછ્યું ત્યારે પ્રકાશે હકીકત જણાવી કે તેને મારા ઉપર આડા સબંધ નો શક કરતા મને ગુસ્સો આવી ગયો હતો અને ત્રણ લાફા મારી દેતા તે બેહોશ થઈ ગઈ હતી. અને તેને હું એ જ પંખા ઉપર લટકાવી દીધી હતી. જોકે ત્યાર બાદ ઘરનાં સભ્યોએ નક્કી કર્યું કે તે પગથિયાં ઉતરતા પડી ગઈ અને તેનું મોત થયું હતું. પ્રકાશને તો પોલીસે ઝડપી પાડયો પણ સાથો સાથ પ્રકાશની માતા તેની બહેન અને તેના બનેવીએ પોલીસને ગેર માર્ગે દોરવા અને સાચી હકીકત છૂપાવવાને લઈ તેમને પણ પોલીસે જેલ હવાલે કર્યા છે. આ બાજુ ઘર ના તમામ સભ્યો જેલ ભેગા થયા તો ઘર હવે વિરાલણ બન્યું અને પાંચ વર્ષનું માસૂમ બાળક અનાથ બન્યું. ઘરમાં તેની સાળ સંભાળનાર કોઈ નથી માસૂમ આસ પાસની મહિલાઓ અને પ્રકાશને સાંભળી રહીં હતી.

પ્રકાશ ની કેટલીક સંબંધી મહિલાઓ પણ માસૂમ બાળકને રડતા રોકવાની કોશિશ કરી રહી હતી. પ્રકાશની બહેન પણ આવેલી હોઈ બાળકને રડતા રોકવાની કોશિશ કરી રહી હતી. તેજ દરમિયાન સેજલના ધરની કેટલીક મહિલાઓ આવી અને પાંચ વર્ષના બાળકને લઈ જવા લાગી જોકે પ્રકાશની કેટલીક સબંધી મહિલાઓ અને પ્રકાશની બહેને  વિરોધ પણ કર્યો અને આ બાળકને અમે રાખીશું તેમ જણાવ્યું. પણ સેજલની માતાએ બાળકને લઈ તેના ગામ લઈ ગઈ. ઘરમાં હવે કોઈ સભ્ય રહ્યું નથી. ફક્ત રહ્યા છે તો તેમના પશુ તેમની પણ સંભાળ રાખનાર કોઈ નથી. પલ ભરનો ગુસ્સો અને આખું ઘર બની ગયું વેરાન… માસૂમ બાળકના બાપ વિના નિરાધાર બન્યું.. હવે તે કોને પૂછશે કે મારો શું વાંક.

Related posts

છોટાઉદેપુર જિલ્લામાં ચાર દિવસથી સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી બંધ

admin

છોટાઉદેપુર નગરપાલિકામાં ૨૫ વર્ષ બાદ ભાજપનો ભગવો લહેરાયો

admin

પંચાયત માર્ગ મકાન વિભાગએ કોન્ટ્રાક્ટરને અત્યાર સુધીમાં ચાર જેટલી નોટિસો આપવા છતાંય કોન્ટ્રાક્ટર દ્રારા કામગીરી ન શરૂ કરી

admin

Leave a Comment