Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર નગરપાલિકામાં ૨૫ વર્ષ બાદ ભાજપનો ભગવો લહેરાયો

છોટાઉદેપુર નગરપાલિકામાં ૨૫ વર્ષ બાદ ભાજપનું સાશન , પ્રમુખ તરીકે મંજુલાબેન કિશનભાઈ કોલી અને ઉપપ્રમુખ તરીકે પરવેઝ મુસ્તુફા મકરાણીની બિનહરીફ વરણી કરાઈ છે.

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં ૨૮ માંથી ભાજપને ૮, સમાજવાદી પાર્ટીને ૬, બસપાને ૪, સર્વ સમાજ પાર્ટીને ૪ અને કોંગ્રેસને ૧ તેમજ ૫ અપક્ષ ઉમેદવારો ચૂંટાઈને આવ્યા હતા. સૌથી મોટી પાર્ટી તરીકે ભાજપના ૮ સભ્યો ચૂંટાયા બાદ સમાજવાદી પાર્ટી , બહુજન સમાજ વાદી પાર્ટી અને અપક્ષો એમ એક પછી એકે ભાજપમાં સામેલ થતા ભાજપના સંખ્યા બળ ૨૦ થયો અને આજે ભાજપના મેન્ડેટ મળ્યાથી પ્રમુખ પદ ઉપર મંજુલાબેન કિશનભાઈ કોલી અને ઉપપ્રમુખ તરીકે પરવેઝ મુસ્તુફા મકરાણી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ૨૫ વર્ષ બાદ છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપનું બોર્ડ બનતા સાંસદ જશુંભાઈ રાઠવા સહિત ભાજપના આગેવાનો જીતને વધાવવા પાલિકા પહોચ્યા અને પ્રમુખ ઉપપ્રમુખ સહિત સભ્યોનો ઉત્સાહ વધાર્યો છે.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર તાલુકા શાળા નંબર એક ખાતે વિદ્યા સહાયક ભરતી ધોરણ એક થી પાંચ ગુજરાતી માધ્યમ વર્ષ 2024નો સ્થળ પસંદગી કેમ્પ યોજાયો

admin

છોટાઉદેપુરના પુનિયાવાંટ મોડલ સ્કૂલના બાળકોની તબિયત લથડવાના મામલે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ છોટાઉદેપુર ની જનરલ હોસ્પિટલ ખાતે મુલાકાત લઈને બાળકોના ખબર અંતર પૂછ્યા હતા.

admin

અર્બન આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે ટીબીની સારવાર ચાલતા દર્દીઓને ટીબી રોગની માહિતી માટે પેશન્ટ- પ્રોવાઇડર મીટીંગ યોજાઈ.

admin

Leave a Comment