30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

અર્બન આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે ટીબીની સારવાર ચાલતા દર્દીઓને ટીબી રોગની માહિતી માટે પેશન્ટ- પ્રોવાઇડર મીટીંગ યોજાઈ.

છોટાઉદેપુરના અર્બન આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણેના આદેશ અનુસાર અને તાલુકા હેલથ ઓફીસર ડો મનહર રાઠવાના માર્ગદર્શન હેઠળ અર્બન આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુરના મેડીકલ ઓફીસર ડો હીરલ રાઠવાના સહયોગથી ટીબીની સારવાર ચાલુ હોય તેવા ટીબી દર્દીઓને ટીબી રોગ અંગે પેશન્ટ- પ્રોવાઇડર મિટીંગ બોલાવી ટીબી રોગના લક્ષણો તપાસ અને સારવાર વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. હેથળ ટીબીની સારવાર ચાલુ હોય તેવા ટીબી દર્દીઓને ટીબી રોગ અંગે પેશન્ટ- પ્રોવાઇડર મિટીંગ બોલાવી ટીબી રોગના લક્ષણો તપાસ અને સારવાર વિશે વિસ્તૃત જાણકારી અબઁન આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે આપવામાં આવી હતી. જેમાં એક ટીબી રોગના દર્દીઓ માટે સરકાર દ્વારા મળતી સેવાઓ વિનામૂલ્યે તપાસ, સારવાર તેમજ વિશે તથા નિક્ષય પોષણ સહાય યોજના હેઠળ દર્દી નાં બેંક એકાઉન્ટ માં જમા કરવામાં આવતા રૂપિયા ૫૦૦ તેમજ ટ્રાઈબલ દર્દી માટે મળતી રૂપિયા ૭૫૦ સહાય વિશે પણ વિસ્તૃત વાત જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણે કરી હતી. યોજાયેલ પેશન્ટ પણ જરૂરી માહિતી સિનિયર ટીબી લેબોરેટરી સુપરવાઈઝર પરેશભાઈ વૈદ્ય, સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર મનહરભાઈ વણકર પણ આપી હતી. મિટિંગ માં જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ ,અબઁન આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુર ના મેડીકલ ઓફીસર ડો હીરલ રાઠવા ,સદામભાઈ જીલલા પંચાયત તથા સિનિયર ટીબી લેબોરેટરી સુપરવાઈઝર પરેશભાઈ વૈદ્ય, સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર મનહરભાઈ વણકર સહિત આરોગ્ય સુપરવાઈઝર રાજુભાઈ રાઠવા તેમજ લેબોરેટરી ટેકનીશીયન રાહુલભાઈ ઠક્કર સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના તમામ કર્મચારીઓ તથા ટીબી ચેમ્પિયન્સ અને ડોટ્સ પ્રોવાઇડરો તથા ટીબી રોગના દર્દીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

20 હેકટરમાં આધુનિક ટેકોનોલોજીનો ઉપયોગ કરી ડ્રોન દ્વારા બીજનું વાવેતર કરવામાં આવ્યું

admin

હાઇડ્રો પ્રોજેક્ટના વિરોધમાં ગામ લોકો સાથે કોંગ્રેસના નેતાઓ જોડાયા.

admin

છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત સભાખંડમાં સામાન્ય સભા યોજાઈ.

admin

Leave a Comment