Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મહિલા ફંગોળાતા ગર્ભમાં જ બાળકે દમ તોડ્યો

વડોદરા-વાઘોડિયા રોડ પર નશામાં દ્યુત કાર ચાલકે સ્કૂટરને ટક્કર મારતા, પતિ-પત્ની અને પુત્રી ઇજાગ્રસ્ત, મૃત બાળકને ખોળામાં લઇને પરિવારનું આક્રંદ

વડોદરા-વાઘોડિયા રોડ પર નિમેટા ગામ પાસે મહિન્દ્રા TUV કારના ચાલકે દારૂના નશામાં દ્યુત થઇને સ્કૂટરને અડફેટે લીધી હતી. જેમાં એક પરિવાર ફંગોળાયો હતો. જેમાં પતિ-પત્ની અને 6 વર્ષની દીકરી ઇજાગ્રસ્ત થયા હતા. મહિલાને 9 માસનો ગર્ભ હતો. જેથી તે ફંગોળાઇને રોડ પર નીચે પટકાતા તેમના ગર્ભમાં બાળકનું મોત થયું છે. જેથી પરિવારજનોએ સયાજી હોસ્પિટલમાં આક્રંદ કર્યું હતું પરિવારજનોએ આ મામલે કારમાં સવાર 3 આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

વડોદરાના નિમેટા ખાતે રહેતા રવિભાઇ સોલંકી અને તેમના પત્ની દિપીકાબેન સોલંકી ગઇકાલે સાંજે 5.30 વાગ્યે તેમની 6 વર્ષની દીકરી કનિષાને લેવા માટે સરદાર એસ્ટેટ પાસે આવેલ રઘુકુલ વિદ્યાલય ખાતે ગયા હતા. જ્યાંથી દીકરીને લઇને ઘરે પરત આવી રહ્યા હતા, તે સમયે પણા છ વાગ્યાની આસપાસ આજવા રોડ પર નિમેટા પાસે મહિન્દ્રા TUV કારે રવિભાઇના સ્કૂટરને ટક્કર મારી હતી. જેમાં પતિ-પત્ની અને દીકરી ત્રણેય ફંગોળાઇને નીચે પડ્યા હતા અને ત્રણેય ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તેઓને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં દિપીકાબેનના ગર્ભમાં તેમના બાળકે દમ તોડ્યો હતો.

બીજી તરફ વાઘોડિયા પોલીસે દારૂના નશામાં દ્યુત કારચાલક વિજયસિંગ ગજેસિંગ રાજપૂરોહિત સામે ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત તેની સાથે કારમાં રહેલા નશામાં દ્યુત બીજા શખ્સ સચિન રાજેન્દ્રભાઇ શાક્ય (રહે. સંતોષીનગર, ખોડિયારનગર, ન્યુ. વીઆઇપી રોડ, વડોદરા) સામે પણ પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે.

ઇજાગ્રસ્તોના પરિવારજન પુનમભાઇ સોલંકીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારો ભત્રીજો દિકરો રવિ અને તેની પત્ની સ્કૂટર લઇને ગઇકાલે સાંજે 5.30 વાગ્યે તેની 4 વર્ષની દીકરીને સ્કૂલે લેવા માટે ઘરેથી ગયો હતો અને દીકરીને લઇને ઘરે જઇ રહ્યા હતા, તે સમયે પુરપાટ ઝડપે એક કાર આવી હતી અને સ્કૂટરને ટક્કટર મારી હતી, જેથી મારો ભત્રીજો, તેમની પત્ની અને દીકરીને ફંગોળાયા હતા. જેમાં તેમનું સ્કૂટર આખું ડેમેજ થઇ ગયું હતું.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મારા ભત્રીજાને ફ્રેક્ચર થયું છે. તેમનું ઓપરેશન કરવાનું છે. તેમની 4 વર્ષની દીકરીને પણ ફ્રેક્ચર છે અને પેશાબ કરવાની કોથળી પણ ફાટી ગઇ છે અને મારા ભત્રીજાના પત્ની દિપીકા ગર્ભવતી હતા અને અકસ્માતમાં પડી જતા વાગ્યું હતું અને તેમના ગર્ભમાં જ બાળકનું મોત થયું હતું. જેથી મૃત હાલતમાં ઓપરેશન કરીને બાળકને બહાર કાઢ્યો છે. આજે વડોદરાના ખાસવાડી સ્મશાનમાં બાળકની અંતિમવિધિ કરવામાં આવી છે. આજે અમારા પરિવાર પર મોટી આફત આવીને પડી છે. અમે બાળકને ગુમાવ્યો છે અને દીકરીની હાલતમાં ગંભીર છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કારમાં 3 છોકરાઓ હતા અને તેઓ દારુ પીધેલી હાલતમાં હતા. તેઓની કારમાંથી દારૂની બોટલ અને ગ્લાસ પણ મળી આવ્યા છે અને પોલીસને તે બતાવ્યું છે. અમે એ લોકોના 2 મોબાઇલ અને ગાડીની ચાવી જપ્ત કરીને પોલીસને આપી છે. પોલીસે બે આરોપીને વાઘોડિયા પોલીસને સંપ્યા છે. અમારી માંગણી છે કે, તે લોકો સામે પ્રોબિહિશન, લાયસન્સ નથી, અકસ્માત અને બાળક પણ ગર્ભમાં મોત થયું છે. આ બધી કલમો લગાવવી જોઇએ અને કડકમાં કડકમાં કડક સજા થાય તેવી પણ અમારી માંગ છે.

Related posts

દારૂના નશામાં ધૂત PSI અકસ્માત સર્જ્યો ગાડીમાંથી પણ દારૂની બોટલ મળી.

admin

વડોદરાના સાવલી ખાતે મોહર્મપર્વ નિમિત્તે સામુહિક રોજા ઇફતારી કરાઈ

admin

ડભોઇ શહેર અને તાલુકામાં ધોરણ 10 અને 12 ની શાંતિપૂર્ણ વાતાવરણ માંબોર્ડ પરીક્ષાનો શુભારંભ

admin

Leave a Comment