36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે કોર્ટનું બિલ્ડિંગ ચાર વર્ષથી 4 કરોડ 35 લાખનો ખર્ચ કર્યા પછી પણ હજુ સુધી કાયદા વિભાગના અધિકારીઓને સોંપવામાં આવ્યું નથી

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે કોર્ટનું બિલ્ડિંગ ચાર વર્ષથી 4 કરોડ 35 લાખનો ખર્ચ કર્યા પછી પણ ચાર વર્ષ પછી પણ હજુ સુધી બિલ્ડિંગ કાયદા વિભાગના અધિકારીઓને સોંપવામાં આવ્યું નથી..સ્ટેટ આર.એન્ડ.બી વિભાગની નિષ્કાળજી.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ડિસ્ટ્રિક્ટ કોર્ટ તેમજ તાલુકા મથક ઉપર સિવિલ કોર્ટ અને અન્ય કોર્ટોનેં બોડેલી ખાતે સ્વતંત્ર બિલ્ડીંગ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા ચાર કરોડના ખર્ચે 2020 માં સ્ટેટ આર.એન્ડ.બી વિભાગની બોડેલીની કચેરીને બિલ્ડીંગ બનાવવાની કામગીરી સોંપવામાં આવી હતી. જ્યારે સ્ટેટ આર એન્ડ બી વિભાગે 2021 માં આ બિલ્ડિંગનું કામ પૂરું કરી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ બિલ્ડીંગમાં અન્ય કામગીરી કરવાની હોવા છતાંય ધીમી ગતિએ કામ કરવામાં આવતા આ બિલ્ડિંગનું કામ આજે ચાર વર્ષ પછી પણ પૂરું થયું નથી. અને કાયદા વિભાગ ને આ બિલ્ડિંગ નો હવાલો સોપવામાં આવ્યો નથી. હાલતો આ બિલ્ડિંગ બનીને તૈયાર છે. તેવું ડેપ્યુટી ઇજેંનર જણાવી રહ્યા છે. પરંતુ દરેક વખતે નવા નવા સુધારા કામ ના આવતા બિલ્ડિંગના કામને વાર લાગી છે. ફર્નિચરનું કામ પૂર્ણ થઈ ગયું છે. જ્યારે સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરીમાં ઘણો સમય જતાં વિલંભ થયો છે.

Related posts

દિલ્હી ઇન્ડિયા હેબિટેટ સેન્ટર ઓડિટોરિયમ ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણીમાં છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર ડુંગરવાંટ ગ્રામ પંચાયતને બેસ્ટ લર્નર એવોર્ડ મળ્યો.

admin

જેતપુર પાવી તાલુકાના શિહોદ ગામે ભારજ નદી ઉપર નેશનલ હાઇવેનું ૨.૨૮ કરોડના ખર્ચે બનેલ ડાયવર્ઝન પાંચ મહિનામાં તુટી ગયું

admin

પાંચ મકાનો ઉપર આકસ્મિક આગ લાગવાના બનાવ અંગે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ મુલાકાત કરી ચેક વિતરણ કર્યા

admin

Leave a Comment