27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ નર્મદા કેનાલનો બિસ્માર રોડ વાહનચાલકો માટે બન્યો આફત

ડભોઇ શિનોર ચોકડીથી થરવાસા પાસેથી પસાર થતી નર્મદા કેનાલના સર્વિસ રોડની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. લાંબા સમયથી મરામતના અભાવે રોડ ઠેર-ઠેરથી તૂટી ગયો છે, જેને કારણે વાહનચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે.મુખ્ય સમસ્યાઓ જે પ્રજાને નડી રહી છે મોટા ખાડાઓનું સામ્રાજ્ય: કેનાલ રોડ પર ઠેર-ઠેર મોટા ગાબડાં પડી ગયા છે. કાગળ પર દર વર્ષે ચોમાસા પછી રિપેરિંગની વાતો થાય છે પરંતુવાસ્તવિકતામાં રોડ પર ડામર ઓછો અને ખાડા વધુ જોવા મળે છે વાહનચાલકોની હાલાકી: બાઈક સવાર હોય કે ફોર-વ્હીલર ચાલક, દરેકને આ માર્ગ પરથી પસાર થવામાં ભારે મુશ્કેલી પડે છે.
વાહનોમાં નુકસાન થવાની સાથે અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે.

​તંત્રની એસી ઓફિસમાં નિદ્રા: સ્થાનિકોનો આક્ષેપ છે કે નર્મદા નિગમના અધિકારીઓ માત્ર એસી ઓફિસમાં બેસીને કાગળીયા ઓર્ડર કરે છે. કેનાલની આસપાસના રસ્તાઓની શું હાલત છે તેની તપાસ કરવાની તસ્દી પણ કોઈ લેતું નથી ખેતર કે ટૂંકા રસ્તે જવા માટે લોકો આ માર્ગનો ઉપયોગ કરે છે, પરંતુ તૂટેલા રસ્તાને કારણે સમય અને સાધન બંનેનો બગાડ થઈ રહ્યો છે. શું કોઈ મોટો અકસ્માત થાય પછી જ તંત્ર જાગશે સ્થાનિક રહીશ લોકોની પ્રબળ માંગ ચોમાસું વીતી ગયું હોવા છતાં રિપેરિંગ કામ શરૂ ન થતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં શોર્ટકટ તરીકે વપરાતા આ રસ્તાઓ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે, ત્યારે તંત્ર વહેલી તકે આ ખાડા પૂરે અને નવા રોડનું કામ શરૂ કરે તેવી લોક માંગ ઉઠી છે.

Related posts

મોડી રાત સુધી ખુલ્લા રહેતા લારીગલ્લા ખાણીપીણીની લારીઓ સામે કાર્યવાહી કરાઈ

admin

“Sunday on Cycle” કાર્યક્રમથી આરોગ્ય, ફિટનેસ અને પર્યાવરણ અંગે જાગૃતિ

admin

શહેરના માળીમહોલ્લા, ખંડેરાવ મંદિર સ્થિત ચાર માતા મંદિરનો વર્ષોની પરંપરા મુજબ પલ્લીનો કાર્યક્રમ યોજાયો

admin

Leave a Comment