વડોદરા જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ તથા રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા પડતર પ્રશ્ને માસ સીએલ પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો.
પોતાના પડતર પ્રશ્નોને લઈને આજરોજ વડોદરા જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ તથા રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા માસીએલ કરવામાં આવી રહ્યું છે એક દિવસની આ માસીએલમાં પોતાના પડતર પ્રશ્નોને લઈને મહેસુલી કર્મચારીઓ સરકારને ફરી એક વખત અનુરોધ કરી રહી છે આ અગાઉ વડોદરા જિલ્લા કલેકટરને પોતાના પડતર પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો ત્યારબાદ કાળી પટ્ટી ધારણ કરીને પોતાના પડતર પ્રશ્નોનો નિરાકરણ ન આવતા વિરોધ પણ દર્શાવવામાં આવ્યો હતો. આખરે ફરી એક વખત વડોદરા જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ તથા રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા માસીએલ કરીશ પોતાના પડતર પ્રશ્નોને લઈને મેદાનમાં આવ્યા છે.મહેસૂલી કર્મચારીઓની જિલ્લા ફેર બદલીની જેટલી રજૂઆતો વિભાગ ખાતે હાલ પડતર છે તેનો નિર્ણય કરવો જોઇએ. જિલ્લા ફેર બદલીની નવી અરજીઓ માટે કલેક્ટરનુ એનઓસી મેળવવાની પ્રથા બંધ કરી પારદર્શક રીતે જિલ્લા બદલીની અરજીઓનો તે જ વર્ષમાં નિકાલ કરવાની પ્રથા અમલમાં મૂકવી જોઇએ. ઉપરાંત વર્ષ-૨૦૧૫ના તમામ ક્લાર્ક સંવર્ગના કર્મચારીઓને પ્રમોશન આપવું જોઇએ તેમજ વર્ષ-૨૦૧૨ના નાયબ મામલતદારોની સિનિયોરિટિ યાદી ડીમ્ડ ડેટના લાભ સાથે પ્રસિધ્ધ કરી મામલતદારના પ્રમોશન આપવા જોઇએ તેરી માંગ મહેસૂલી કર્મચારીઓ દ્વારા ઉઠી છે.

