33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોવાઘોડિયા

કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર કૂદીને સામેના રોડ પર એક મોટરસાયકલને અડફેટે લેતાં બાઇક ચાલક ફંગોળાયો

થોડા દિવસો થી અકસ્માતો નો સિલસિલો જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ધીરજ જનરલ હોસ્પિટલ નજીક એક સફેદ રંગની ક્રિએટા કાર જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-પીકે -5452ના ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર કૂદીને સામેના રોડ પર એક મોટરસાયકલ ને અડફેટે લેતાં બાઇક ચાલક ફંગોળાયો હતો જેમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.કારની સ્પીડ એટલી બધી હતી કે કાર અને બાઇક ઉછળીને રોડની સાઈડમાં જ ઇને ઉંધા વળી ગયા હતાં જો કે કાર ચાલકને .સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા બનાવને પગલે વાઘોડિયા પોલીસે તપાસ હાથ ધરી છે. કાર ચાલક નશામાં હતો કે પછી અન્ય કોઈ કારણોસર સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો છે તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે

Related posts

વડોદરાના ખંડેરાવ માર્કેટ કોર્પોરેશનની વડી કચેરી નજીક જ ફૂલ બજારના દબાણો

admin

વરસાદ વરસતા ની સાથે જ સ્માર્ટ સિટી વડોદરાના ઘણા રોડ રસ્તા બેસી જવાનો તેમજ રસ્તા પર ચરી પડવાનો સિલસિલો સામે આવતા પાલિકા એક્શન મોડમાં આવી

admin

ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરા રાજવી પરિવાર દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસમાં વર્ષોથી બિરાજમાન થતા ગણપતિની પ્રતિમાને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

admin

Leave a Comment