200 થી વધુ ખેડૂતોએ કલેક્ટર કચેરીમાં નોંધાવ્યો વિરોધ..
ડુપ્લીકેટ ખાતર વપરાશના પગલે લીંબડી ચુડા તાલુકાના ખેડૂતો બન્યા છે ભોગ..
ખેડૂતોએ 5 વખત વાવેતર કર્યા પણ ડુપ્લીકેટ ખાતરના વપરાશના પગલે વાવેતરો નિષ્ફળ નીવડ્યા…
ખેડૂતોની જમીનો બંજર બની ગઈ..
ચેમ્પિયન એગ્રો અને નર્મદા એગ્રો દ્વારા ડુપ્લીકેટ ખાતર પરખાવી દેવામાં આવ્યું છે..
ખેડૂતોના કપાસ મગફળી જેવા પાકો ખાતર બાદ બળી ગયા – તાત્કાલિક વળતર ચુકવણી કરી અને એગ્રો સામે ગુનો દાખલ કરવા ખેડૂતોએ કરી માંગ..
ડુપ્લીકેટ ખાતરે ખેડૂતોની આર્થિક કમ્મર તોડી નાખી…
ચુડાનાં ગોખરવાળાનાં ખેડૂત દિનેશભાઈ પરમાર સાથે છેતરપિંડી કરી નકલી ગુવારનું બિયારણનો મુદ્દો હજુ ઉકેલાયો નથી.
એવામાં વેળાવદર, ભૃગુપુર સહિતનાં ગામોમાં કૃષિ પ્રધાન એનપીકે ઓ.સી. નામનું ઓર્ગેનિક ખાતર પધરાવી દેવામાં આવ્યું હતું.
ત્યારે કપાસ તેમજ જુવાર જેવા પાકોની વાવણી કર્યાનાં બે મહિનાથી વધુ સમય વિતાવ્યો છતાં પણ કપાસ અને જુવારના છોડનો યોગ્ય વિકાસ થયો નથી. જેથી ખેડૂતો હાલત કફોડી બની.
ત્યારે ખેડૂતો નકલી ખાતર વેચાણે આપનાર વ્યક્તિઓએ ફોન બંધ કરી દીધા.
ઉલ્લેખનીય છે કે વેળાવદરના ખેડૂતોને નકલી ખાતરનાં કિસ્સામાં ચુડા પોલીસ મથકે અરજી નોંધાવી કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી.
ત્યારે ભૃગુપુર ગામનાં આશરે ૯ જેટલા ખેડૂતો ડુપ્લીકેટ ખાતરનો ભોગ બનતાં અનેક સવાલો ઊભા થયા છે.
સમગ્ર ઘટનામાં ખેડૂતોને ન્યાય મળે છે કે કેમ કે પછી ભીનું સંકેલાઈ જશે. જોવુ રહ્યુ.
બાઈટ -રમેશભાઈ મેર આમ આદમી પાર્ટી અગ્રણી સુરેન્દ્રનગર
રિપોર્ટર : ભરતસિંહ પરમાર, ચુડા

