વડોદરા શહેર વિસ્તારમાં દાખલ થયેલ ગંભીર પ્રકારના ગુનાઓમા સંડોવાયેલ અને પોલીસ ધરપકડ ટાળવા સારૂ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી તેમજ સગીર કીશોરીઓના થયેલ અપહરણ ના દાખલ થયેલ ગુનાઓમા પરીણામલક્ષી કામગીરી કરવા માં આવી હતી તા. ૧૮/૦૯/૨૦૨૪ ના રોજ કલાક ૧૦/૦૦ હરણી પો.સ્ટે. વિસ્તારમા આવેલ એક સોસાયટીમાથી એક સગીર વયની કીશોરી ઉ.વ ૧૬ વર્ષ ૧૦ મહીનાની ને એક આરોપી ઇસમ રાહલ S/O હરીષભાઇ ચૌહાણ રહે. જલારામ નગર વિભાગ ૦૨ એલ & ટી સર્કલ પાસે કારેલીબાગ વડોદરા શહેર નાનો પોતાના પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી લઇ જતા ફરીયાદીશ્રી નાઓએ ફરીયાદ આપતા હરણી પો.સ્ટે. મા અપહરણ નો ગુનો દાખલ કરવામા આવેલ હતો.
આ કામે અપહરણ કરનાર આરોપીને પકડી પાડવા હરણી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.ડી.ચૌહાણ નાઓની દોરવણી હેઠળ હરણી પોલીસ ટીમ નાસતા ફરતા આરોપીની શોધખોળ અંગે પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન ટેકનીકલ & હ્યુમનસોર્સ આધારે હરણી પો.સ્ટે. નો છેલ્લા દોઢ મહીનાથી ઉપરોકત ગુનાના કામનો નાસતો ફરતો આરોપી નામે રાહુલ SIO હરીષભાઇ ચૌહાણ રહે, જલારામ નગર -૨, એલ & ટી સર્કલ પાસે કારેલીબાગ વડોદરા શહેર નાને બાતમીરાહે હરણી પોલીસ ટીમ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જીતપુર ગામે મોકલી વોચમા રખાવી ભોગ બનનાર કિશોરી તથા આરોપી બન્ને મળી આવતા તેઓને પકડી પાડી આરોપીને ગુનાના કામે અટક કરી નામદાર કોર્ટમા રજુ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે તેમજ ભોગ બનનાર કિશોરીને શોધી કાઢી તેના માતા-પિતા સાથે ભેટો કરાવી છેલ્લા દોઢ મહિનાથી ફરાર નાસતા ફરતા આરોપીને પકડી પાડી વણઉકેલો ગુનો ડિટેકટ કરી સારી કામગીરી કરેલ છે.

