Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ શહેર અને તાલુકામાં હોળી પર્વની ભવ્ય, ઉત્સાહભરી અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી.

ફાગણ સુદ પૂનમના પવિત્ર દિવસે તાલુકા તેમજ નગર વિસ્તારમાં વિવિધ સ્થળોએ હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભાવિક ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. સમગ્ર ડભોઇ પંથક ભક્તિ, ઉલ્લાસ અને ધાર્મિક આસ્થાના રંગોમાં રંગાઈ ગયો હતો.

ડભોઇ નગરમાં મહુડી ભાગોળ નવીનગરી હીરા ભાગોળ નાનોદી ભાગોળ વડોદરી ભાગોળ મહાલક્ષ્મી માતાનાં મંદિર પાસે યોજાયેલી અનોખી અને વિશિષ્ટ ઉજવણી સમગ્ર વિસ્તારનું મુખ્ય આકર્ષણ બની હતી. અહીં દર વર્ષની જેમ આ વર્ષે પણ અલગ રીતે હોલિકા તૈયાર કરવામાં આવી હતી. આશરે 18 ફૂટ ઊંચી ફમથી બનેલી વિશાળ હોલિકાનું નિર્માણ કરીને તેની આસપાસ નેચરલ અને પૌરાણિક દ્રશ્યોનું સર્જન કરવામાં આવ્યું હતું, જેને કારણે સમગ્ર સ્થળ જાણે પ્રાચીન કાળના ધાર્મિક પ્રસંગને જીવંત બનાવતું હોય તેવો અદભૂત માહોલ સર્જાયો હતો.
આ અનોખા આયોજનને નિહાળવા માટે ડભોઇ ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા. દર્શન અને પૂજન માટે લાંબી લાઈનો લાગી હતી. નગરના અગ્રણી નાગરિકો, સમાજના આગેવાનો તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત હોલિકા પૂજન કરવામાં આવ્યું હતું, જેના કારણે વાતાવરણ અત્યંત ભક્તિમય બની ગયું હતું. પૂજન બાદ ઘેરૈયાઓ દ્વારા આદિવાસી નૃત્ય રજૂ કરવામાં આવ્યું, જે ભક્તોમાં આનંદ અને ઉત્સાહ ભરતું દ્રશ્ય બની રહ્યું. ઢોલ-નગારા અને પરંપરાગત વાદ્યોની ધ્વનિ સાથે સમગ્ર પરિસર ભક્તિ અને આનંદથી ગુંજતો રહ્યો.
ડભોઇને સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં દરેક તહેવાર ભાઈચારા, એકતા અને શ્રદ્ધાભાવ સાથે ઉજવવામાં આવે છે. હોળી પર્વની આ અનોખી અને ભવ્ય ઉજવણીએ ડભોઇ નગરની ધાર્મિક પરંપરા, સંસ્કૃતિ અને સામૂહિક એકતાને વધુ મજબૂત બનાવી, જે નગરવાસીઓ માટે ગૌરવનો વિષય બની રહી

Related posts

ડભોઇ રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે હાલાકી છેલ્લા ત્રણ દિવસથી શૌચાલયોને લાગ્યા તાળા ​

admin

ધાડણકર પરિવાર દ્વારા ૧૫૦ વર્ષ જૂની શ્રીજીની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવે છે.

admin

વડોદરા શહેરની આર્ય કન્યા વિદ્યાલય ખાતે પૂર્વના રાજ્યોમાં ઉજવાતા કરવા ચોથની ઉજવણી કરવામાં આવી

admin

Leave a Comment