35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મકરપુરામાં 20 વર્ષીય યુવતીના મો-તની ઘટના CCTVમાં કેદ, પોલીસ તપાસમાં લાગી

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં બનેલી હચમચાવી દેતી ઘટનામાં 20 વર્ષીય યુવતીએ બિલ્ડિંગની છત પરથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હોવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. વીડિયો સામે આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મકરપુરા વિસ્તારમાં આવેલા હવેલી ફ્લેટમાં રહેતી યુવતી બિલ્ડિંગની છત પર ગઈ હતી અને ત્યારબાદ અચાનક નીચે ઝંપલાવી દીધું હતું. આ ઘટનાથી ફ્લેટના રહેવાસીઓમાં ભય અને શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

ઘટનાની જાણ થતા જ મકરપુરા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર ઘટનાક્રમની તપાસ કરવામાં આવી રહી છે.

યુવતીના અચાનક મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે કે યુવતીએ આટલું ગંભીર પગલું કેમ ભર્યું.

ફિલહાલ પોલીસ યુવતીના પરિવારજનોની પૂછપરછ કરી રહી છે તેમજ અન્ય તમામ પાસાંઓને ધ્યાને લઈ તપાસ આગળ વધારી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ઘટનાના સાચા કારણો સ્પષ્ટ થવાની શક્યતા છે.

Related posts

વડોદરામાં ગત રોજ આવેલ અણધાર્યા વાતાવરણના પલટાએ ભારે નુકશાન નોતર્યું

admin

વડોદરામાં નાગા બાવાનો વેશ ધારણ કરીને ઠગ ટોળકીએ વેપારીને હિપ્નોટાઇઝ કરીને સોનાની ચેન અને વીંટી પડાવી લીધા

admin

વડોદરાના અલકાપુરી રોડ પર સાઈડ લાઈટના મુદ્દે મારામારીનો વિડિયો વાયરલ

admin

Leave a Comment