30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કહાર સમાજ દ્રારા સાતમ-આઠમ ધામધૂમથી ઊજવશે તથા સિંધવાઈ માતા મંદિરે મેળો-ગુલાલ ઉત્સવ યોજાશે

કહાર સમાજ સાતમ-આઠમ ધામધૂમથી ઊજવશે, સિંધવાઈ માતા મંદિરે મેળો-ગુલાલ ઉત્સવ યોજાશે
શુક્ર-શનિવારે ઉજવણી બાદ કહાર સમાજના યુવાનોના લગ્નસરાની શરૂઆત થશે

શહેરના કહાર સમાજના લોકો ગાયકવાડી શાસનથી વડોદરા ખાતે વસવાટ કરવા આવ્યા હતા. ત્યારથી આ સમાજના હોળી પછીના સાત દિવસે આવતો સાતમ આઠમનો ઉત્સવ ઉજવવામાં આવે છે.

આ પરંપરા વર્ષો બાદ આજે પણ જળવાયેલી છે. હોળી પછીની સાતમ આ વર્ષે શુક્રવારે 21 તારીખના રોજ છે જે નિમિતે વડોદરાના પ્રતાપ નગર ખાતે આવેલા સિંષવાઈ માતા મંદિર ખાતે સાતમના દિવસે મેળો ભરાય છે. સાંજે ધુળેટી જેવો ગુલાલ ઉત્સવ ઉજવવામાં આવે છે.

કહાર સમાજના અગ્રણી દયારામ કહારે આ અંગે જણાવ્યું હતું કે, સમાજના યુવક યુવતીઓ જેમના લગ્ન નક્કી થયા
સામા પક્ષે પરિવાર વાળા સાકર નો હાર પહેરાવે છે. જ્યારે છોકરાને ગુલાબનો હાર પહેરાવવામાં આવે છે. ત્યારબાદ કાર સમાજ ની લગ્નસરા શરૂ થાય છે.

ખાસ કરીને દિવાળી જેવો આ તહેવાર કહાર સમાજમાં ઉજવવામાં આવે છે જેમાં ગમે તેટલા મોંઘા કપડા પહેર્યા હોય તો પણ ગુલાલથી રમવાની પરંપરાશે. વડોદરા શહેરમાં અંદાજે 50 હજાર જેટલા કાર સમાજના લોકો વસે છે. આ તહેવારમાં લગ્ન નક્કી થયા હોય તેવા અમદાવાદ, ભાવનગર, સુરત, હિંમતનગર, રાજપીપલા, ભરૂચ નડિયાદ થી સમાજના લોકો ભાગ લે છે.

આ સમાજના હોળી પછીના સાત દિવસે આવતો સાતમ આઠમનો ઉત્સવ ઉમંગ, ઉત્સાહ અને ધામધૂમથી ઉજવાય છે.

Related posts

વડોદરા શહેરના ગોલ્ડન બ્રિજ નજીક હાઈવે પર પાંચ લાખનો દારૂ ભરેલો ટેમ્પો મુકી ચાલક ફરાર

admin

શહેરના આર્ટિસ્ટ દ્વારા સતત ૧૦મા વર્ષે પર્યાવરણલક્ષી આર્ટ એક્ઝિબિશન યોજાયું

admin

વિમલેશ્વર તળાવમાં ગટરનું પાણી ઠાલવાતા ભારે રોષ, AI વીડિયો અને બેનરથી વિરોધ

admin

Leave a Comment