વડોદરા શહેરના જામ્બુઆ વિસ્તારમાં થયેલી હત્યાના કેસમાં કપુરાઈ પોલીસ સ્ટેશન ને મોટી સફળતા મળી છે. પોલીસે આ કેસના મુખ્ય આરોપી કિરણ ચાવડા ની ધરપકડ કરી છે.
માહિતી મુજબ, ગત 14 માર્ચના રોજ જામ્બુઆ ના સુંદરાપુરા રોડ પર આવેલી હેર સ્ટુડિયો દુકાનમાં 37 વર્ષીય મિતેશકુમાર હળવદ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે દુકાન આગળ સામાન મુકવાની બાબતે આરોપી અને મૃતક વચ્ચે જૂનો વિવાદ ચાલતો હતો. આ અદાવતના કારણે આરોપીએ મિતેશ પર જીવલેણ હુમલો કર્યો હતો.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત મિતેશને એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને કેસની વધુ તપાસ ચાલુ રાખી છે.

