હારે કા સહારા ખાટું શ્યામ બાબા હમારા ના નારા સાથે સમગ્ર હિન્દુસ્તાનમાં જેમનો જયનાથ થઈ રહ્યો છે એવા ખાટું શ્યામ બાબા ભગવાનનો આજરોજ વડોદરા શહેરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો. રાજસ્થાનમાં ખાટું શ્યામ બાબા ભગવાનનો અનેરો મહિમા રહ્યો છે અને તેમને અનેક એવા પરચા પૂર્યા છે ત્યારે આજરોજ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા શનિદેવ નવગ્રહ મંદિર ના પ્રાંગણમાં ખાટું શ્યામ બાપા ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. ખાટું શ્યામ બાબા ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત હવન દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ ભવ્ય વરઘોડો યોજાયો હતો. વરઘોડાની પૂર્ણહેતી બાદ ખાટું શ્યામ બાબા ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમના ઉપક્રમે મહા આરતીનું આયોજન મંદિરના મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિસ્તારના રહીશો તેમ જ મોટાભાગના ખાટું શ્યામ બાબા ભગવાનના ચાહકો તેમજ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

