Genius Daily News
ગુજરાતવડોદરાવડોદરા જિલ્લો

પ્રિ -મોનસુનની કામગીરી અધુરી જોવા મળી યમુના મિલ ખાતે આવેલ કાસ માં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું…દર વર્ષે પહેલા વરસાદમાં જ પ્રિ -મોન્સૂનની કામગીરીની પોલ ખુલી જાય છે

વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સુધીની વાત કરે છે. પરંતુ સ્માર્ટ સિટીમાં સ્માર્ટ ભ્રષ્ટાચારવામાં આવે છે. હવે જ્યારે ચોમાસું આવી રહ્યું છે ત્યારે શ્રી મોનસુનની કામગીરીમાં હજી પણ અધૂરી દેખાઈ રહી છે.


મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રિ- મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી ત્યારે પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ શીતલ મિસ્ત્રીએ કામગીરી અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સાથે કાશોની સાફ સફાઈ માટે આધુનિક મશીન ભાડે મંગાવવામાં આવ્યા હતા. અને કાંસોની સાફ-સફાઈ કરવામાં આવી હતી. પાલિકા દ્વારા દર વર્ષે પ્રિ -મોન્સૂન કામગીરી કરવામાં આવે છે. પાલિકા દ્વારા કરોડના ખર્ચે કાસોની સફાઈ કરવામાં આવી હતી ત્યારે શહેર યમુના મિલ ખાતે આવેલ નેચરલ કાસ માં ગંદકીનો નો સામ્રાજ્ય જોવા મળ્યું હતું.પાલિકા ની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. પ્રિ -મોન્સૂન કામગીરીને લઈને પાલિકા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવે છે. પરંતુ જ્યારે પહેલો વરસાદ પડે છે ત્યારે જ પ્રિ -મોનસુનની કામગીરીની પોલ ખુલ્લી જાય છે. નાગરિકોના વેરા અને ટેક્સના પૈસા પાણીમાં જતા રહે છે. અને નાગરિકોને પણ કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. હવે જોવાનું એ છે કે આ વખતની પ્રિ મોન્સૂન ની કામગીરી કેવી થઈ છે એ પહેલા વરસાદમાં જ ખબર પડશે.

Related posts

રાજસ્થાની સમાજની મહિલાઓ દ્વારા પરંપરાગત રીતે માંજલપુર સ્થિત કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે દશામાંની પૂજા અંતર્ગત પીપળાના વૃક્ષનું પૂજન કર્યું

admin

ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કરનારા આરોપીઓને ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરતી કોર્ટ …

admin

GMERS કોલેજમાં ફી વધારો પાછો ખેંચવાની માગ:વડોદરા NSUIનો ગોત્રી મેડિકલ કોલેજમાં ઉગ્ર વિરોધ; ડીન પર ચલણી નોટો ઉડાવી, પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરી

admin

Leave a Comment