વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલનની બેઠક મળી હતી.જેમાં જિલ્લાના વહીવટી અધિકારીઓ સાથે સંકલનની બેઠક મળવા પામી હતી.આ બેઠકમાં ભાગ લેવા ધારાસભ્યો કેયુર રોકડિયા, શૈલેષ મહેતા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા પહોંચ્યા હતા સાથે સાંસદ હેમાંગ જોશી પણ સંકલનમાં હાજર રહ્યા હતા.ત્યારે, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે,સંકલન બેઠકમાં અમારા કામોની રજૂઆત કરીશું,કેતનભાઈ બેઠકમાં નહીં આવે તેવી મારી તેમની સાથે કોઈ વાત નથી થઈ.વાઘોડિયામાં ડ્રગ્સનું દૂષણ છે કે નહીં તેની મારા પાસે જાણકારી નથી.શૈલેષભાઈએ વાત કરી હોય તો તેના પર ગંભીરતાથી વિચારીને કાર્યવાહી થવી જોઈએ.

