43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

GSHSEB, ગાંધીનગર દ્વારા લેવામાં આવેલ HSC વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર થયા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવેલ એચએસસી વિજ્ઞાન પ્રવાહ એસએસસી સામાન્ય પ્રવાહના આજે પરિણામ જાહેર થયા.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી માર્ચ 2025 માં એચએસસી વિજ્ઞાન પ્રવાહ એસએસસી સામાન્ય પ્રવાહના આજે પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. આ પરિણામની છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 62.11% નોંધાયેલું છે. 842 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. એ પૈકી 523 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયેલ છે. ગત વર્ષે છોટાઉદેપુર જિલ્લાના પરિણામ ની વાત કરીએ તો 51.36% વિજ્ઞાન પ્રવાહનું પરિણામ હતું. આ વખતે એમાં 10.75% જેટલો વધારો નોંધાયો છે. 12 સામાન્ય પ્રવાહના પરિણામની વાત કરવામાં આવે તો બાર સામાન્ય પ્રવાહનું પરિણામ 93.61% નોંધાયેલું છે. સામાન્ય પ્રવાહમાં કુલ 5,321 વિદ્યાર્થીઓ પરીક્ષામાં નોંધાયા હતા. તે પૈકીના 4,981 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. ગત વર્ષે સામાન્ય પ્રવાહના પરિણામની વાત કરીએ તો 91.84% જેટલું નોંધાયું હતું. આ વખતે એમાં 2.7% વધારા સાથે 93.61% પરિણામ નોંધાયેલ છે. એમ સતત છોટાઉદેપુર જિલ્લામાં પરિણામમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીને મહેનત અને તંત્ર દ્વારા કરાયેલ મહેનતને લઈને આ પરિણામ નોંધાયું છે. આ વખતે જિલ્લામાં પરિણામમાં સુધારો જોવા મળ્યો છે. જેથી જિલ્લા વાસીઓમાં પણ ખુશી સાથે આનંદ જોવા મળ્યો છે.

મોહસીન સુરતી, છોટાઉદેપુર

Related posts

સંખેડાના પીપળસટ ગામે ગૌશાળામાં આગ, ઘાસચારો અને લાકડાને નુકસાન

admin

નર્મદાની કાંકરિયા માઇનોર કેનાલમાં વર્ષોથી પાણી ના છોડતા કેનાલો માટીથી ભરાઈ ગઈ ત્યારે હવે માટીની સફાઈ સરૂ કરાઈ

admin

છોટા ઉદેપુરના વાઘસ્થળ ડુંગરની તળેટીમાં રંગ પાચમનો મેળો ભરાયો – મોટી સંખ્યામાં મેદની ઉમટી

admin

Leave a Comment