નસવાડી તાલુકાના જીવનપુરા ગામના નાના અંબાજી મંદિરેથી પાવાગઢ તરફ નીકળેલો પગપાળા સંઘ નસવાડી નગરમાંથી ભક્તિભેર પસાર થયો હતો. વર્ષો પહેલા ગુરુ શ્રી વિશ્વનાથ મહારાજ માગશર માસમાં પાવાગઢ યાત્રા કરતા હતાં, અને તેમની આ પરંપરાને નિભાવવા જીવનપુરા ગામથી દર વર્ષે ભક્તો પગપાળા સંઘ રૂપે પાવાગઢ યાત્રા કરે છે.
આ વર્ષે પણ મોટી સંખ્યામાં માઈભક્તો જોડાયેલા આ સંઘે નસવાડી, વાસાણા, બોડેલી અને શિવરાજપુર માર્ગે થઈ પાવાગઢનો મુકામ સાધવાનો છે. સંઘ ચાર દિવસમાં પગપાળા યાત્રા પૂર્ણ કરશે અને દરેક રાત્રે અલગ-alag સ્થળે વિશેષ રોકાણ કરાશે.
યાત્રા પૂર્ણ થયા બાદ પાવાગઢ વાગેશ્વરી માતાજીના મંદિરે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ૧૧ વક્તિઓ જોડા બેસશે. ભક્તિભાવ, પરંપરા અને સામૂહિક એકતાનું પ્રતિબિંબ રૂપ બનેલા આ સંઘને માર્ગ દરમિયાન લોકો દ્વારા સ્વાગત અને સેવા પણ આપવામાં આવી રહી છે.

