Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ભગવાન જગન્નાથની 44મી રથયાત્રાના નગરજનોએ દર્શન સાથે શ્રદ્ધાપૂર્વક સન્માન કર્યું

ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં આજે 44મી ભગવાન જગન્નાથની નીકળેલી રથયાત્રાનો શહેરના નગરજનોએ ભગવાન જગન્નાથજીના દર્શન સાથે શ્રદ્ધાપૂર્વક સન્માન કર્યું

વડોદરા શહેરમાં વરસાદી માહોલ વચ્ચે અતિ ઉત્સાહ ઉમંગ અને આસ્થા સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર જય જગન્નાથ હરે રામા હરે ક્રિષ્ના ના ભજન મંડળી સાથે નીકળી હતી. આ રથયાત્રાનો પ્રારંભ શહેરના ડેપયુટી મેયર ચિરાગ બારોડ પહિંદ વિધિ કરી સોનાના ઝાડુ થી રોડ ની સફાઈ કર્યા બાદ રથયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી. આ પ્રસંગે સંતો મહંતો રાજકીય નેતાઓ સામાજિક સંસ્થાના નેતાઓ સહિત નગરવાસીઓ સેવકો ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો બીજી તરફ રથયાત્રામાં કોઈપણ પ્રકારની અઘટીત ઘટના ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અલબત્ત ભક્તિમય વાતાવરણનો માહોલ જામ્યો હતો બીજી તરફ રથયાત્રાની પાછળ લોકોએ ભગવાન જગન્નાથજીના શિરાનો તથા ફ્રુટ ના પ્રસાદ લેવા માટે ભક્તોની ભીડ જોવા મળી હતી આ વખતે 45 ટન જેટલા શીરાની પ્રસાદીનો વિતરણ કરવામાં આવશે. બીજી તરફ ભગવાન જગન્નાથજી ની રથયાત્રામાં વિવિધ ભજન મંડળ તથા સામાજિક સંસ્થા જોડાઈ હતી રથમાં ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ તથા શ્રી સુભદ્રાજીને બિરાજમાન કરવામાં આવ્યા હતા.

Related posts

નવલખી મેદાન ખાતે કૃત્રિમ તળાવ નજીક પાંચ ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

admin

ડો. શ્રીનિવાસ પી.સોલાપુરકર દ્વારા વારસા નિષ્ણાત અને પ્રવાસી માર્ગદર્શક સાથે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું

admin

ડભોઇ મન્સૂરી પીંજારા વોરા સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વર્ષે તાલુકાના કુકડ ગામે સોટા ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

admin

Leave a Comment