વડોદરામાં બોગસ સર્ટીફીકેટ મળી આવવાનો સિલસિલો જારી છે. પાલિકાના આસિ.મ્યુનિ. કમિ દ્વારા તપાસણી દરમિયાન બોગસ બર્થ સર્ટીફીકેટ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી.
વડોદરા મહાનગર પાલિકાના આસિ. મ્યુનિ કમિ.સાઉથ સમીર જોષીએ જણાવ્યું કે, અમારે ત્યાં કોઇ પણ ડોક્યૂમેન્ટનું વેરીફીકેશન કરવા માટેની સિસ્ટમ નક્કી કરવામાં આવી છે. કોઇ પણ ડોક્યૂમેન્ટ રજુ કરવામાં આવે તેને વોટ્સએપ ગ્રુપમાં મુકવામાં આવે છે. બાદમાં જે તે વિભાગના એસઓડીને મોકલવામાં આવે છે. ત્યાર બાદ તેમના દ્વારા વેરીફાય કરીને માહિતી આપવામાં આવે છે. આ કોઇ રેડીમેડ ફોરમેટમાં બનાવવામાં આવ્યું છે. નામ ફેર કરાવવા માટેની પ્રક્રિયા અંતર્ગત આ ડોક્યૂમેન્ટ અમારા સુધી આવ્યું હતું. ગુજરાતીથી અન્ય કોઇ ભાષામાં ડોક્યૂમેન્ટ બનાવવામાં કોઇ ભાષાકિય ભૂલ ના થાય તે માટે આ કરવામાં આવે છે. બોગસ સર્ટીફીકેટ પકડી પાડવા માટે અમારી પાસે ત્રિ સ્તરીય ચકાસણીની વ્યવસ્થા છે. આ પ્રમાણ પત્ર વોટ્સએપ મારફતે અમારા આંતરિક વોટ્સએપ ગ્રુપમાં આવ્યું હતું. જે પાલિકાના ફોરમેટ પ્રમાણેનું નહીં હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઇ આવ્યું હતું. બાદમાં તેની તપાસ કરતા તે બોગસ હોવાનું મળી આવ્યું હતું. આ સર્ટીફીકેટમાં નીચે કરેલી અધિકારીની સહી અને સાથે જ મુકવામાં આવેલો ક્યૂઆર કોડ બંને ખોટા જણાઇ આવ્યા છે. આ દુખદ વાત છે, હવે પોલીસ અધિકારીઓને સાથે રાખીને સાયબર કાફે પર રેડ કરવી પડશે, તેમ લાગી રહ્યું છે. અમે અમારા તરફથી સતર્ક રહીએ છીએ. પાલિકાની વોર્ડ ઓફિસમાં આધાર કાર્ડની કામગીરી ચાલી રહી છે. દરેક જગ્યાએ ખુબ જ સ્ટ્રોંગ સિસ્ટમ રાખવામાં આવી છે. આ કાર્યમાં ઓપરેટર બહેન દ્વારા તુરંત અમને જાણ કરી છે. અને હું તેમને આભાર વ્યક્ત કરું છું. પોલીસે પણ ત્વરિત કાર્યવાહી કરી છે.

