Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સંકષ્ટ ચતુર્થી નિમિત્તેશ્રી રિધ્ધિ સિધ્ધિ વિનાયક મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

સંકષ્ટ ચતુર્થી નિમિત્તે શહેરના ભાઉકાળેની ગલી રાવપુરા સ્થિત શ્રી રિધ્ધિ સિધ્ધિ વિનાયક મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું શુક્રવારે સંકષ્ટ ચતુર્થી નિમિત્તે શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ભાઉકાળેની ગલીમાં આવેલા પૌરાણિક શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ભક્તોએ વહેલી સવારથી દર્શન પૂજન કર્યા.

વૈશાખ વદ ચોથ ને શુક્રવારે સંકષ્ટ ચતુર્થી છે. આજે શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા પૌરાણિક શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિરમાં વહેલી સવારે કેશર સ્નાન કરાવવામાં આવ્યું હતું ત્યારબાદ 9 કલાકે મહાભિષેક તથા મહાપૂજા કરવામાં આવી હતી અહીં રાત્રે ચંદ્રોદય દર્શન દરમિયાન પણ મહા આરતીના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વહેલી સવારથી જ ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ પૌરાણિક મંદિરમાં ભગવાન શ્રી ગણેશજીની રિધ્ધિ સિધ્ધિ તથા લાભ અને લક્ષ સાથે પૂજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ આજે ભગવાન ગણેશજીને ફુલો,દરો ચઢાવી લાડુ મોદક અર્પણ કરી પૂજન કર્યું હતું. આજે રાત્રે ભક્તો 10:39 કલાકે ચંદ્ર દર્શન કરી શકશે.સમગ્ર કાર્યક્રમ અંગે મંદિરના મુખ્ય પૂજારી શૈલેષ ચંદ્ર ત્રિવેદી દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

Related posts

તબીબના ન્યાય અને નારીના સન્માન અને સલામતી માટે મહારાણી રાધિકારાજે ગાયકવાડ પણ મેદાનમાં આવ્યા વડોદરાના મહારાણી પણ આઘાત અનુભવ્યો

admin

ડભોઇ મન્સૂરી પીંજારા વોરા સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વર્ષે તાલુકાના કુકડ ગામે સોટા ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

admin

વડોદરાના ‘નેતા’ને અંતિમ વિદાય..હજારો લોકોની આંખો ભીની થઇ

admin

Leave a Comment