31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

આંકલાવમાં બાઈક પર સવાર ત્રણ યુવકોના અકસ્માતમાં કમકમાટીભર્યા મો-ત નિપજ્યા

ટ્રેક્ટરે ટક્કર મારતા ત્રણ યુવકો ત્યાં જ મોતને ભેટ્યા હતા. ત્રણેય યુવકો સંખ્યાડ ગામમાં માતાજીના માંડવામાં જઈ રહ્યા હતા, ત્યારે કાળ ભરખી ગયો

પ્રાપ્ત માહિતી અનુસાર, આંકલાવના બામણગામ પાસે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ગંભીર ઇજાઓ પહોંચતા ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા. બામણગામ અંબાઈકુઈ પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
ટ્રેક્ટરે બાઈકને ટક્કર મારતાં બાઇક પર સવાર ત્રણ યુવકો રોડની સાઈડ પર ફંગોળાયા હતા. મૃતક ત્રણેય યુવકો પાદરાના મુજપુર ગામના વતની છે. યુવકો મોટી સંખ્યાડ ગામમાં માતાજીના માંડવામાં જઈ રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આંકલાવ પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

Related posts

ચેરમેન નું સુચન સર આંખો પર, દોરડું ટ્યુબ લઈને સામાજિક કાર્યકરો પહોંચ્યા પાલિકા ની વડી કચેરી…

admin

ગતિ શક્તિ યુનિવર્સિટી અને પ્લેસર ઇન્ડિયા વચ્ચે કરાર

admin

રાજ્યમાં પહેલીવાર વડોદરામાં શનિદેવ ફાઉન્ડેશન અને રવિ અગ્રવાલ દ્વારા સનાતની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

admin

Leave a Comment