ગુજરાતમાં હવે જાહેર રસ્તા ઉપર ગંદકી અને કચરાના ઢગલા ન મળે તે માટે હવે રાજ્ય સરકાર કડક વલન અપનાવી રહી છે તેવામાં વડોદરાના ડભોઇ નગરપાલિકા દ્વારા પણ હવે જાહેરમાં અને પોતાના વિસ્તારમાં ગંદકી કરનાર લોકો ઉપર દંડ નહીં પરંતુ હવે કોર્ટ રાહે કાર્યવાહી કરવાની જાહેરાત કરી દીધી છે એટલું જ નહીં લોકો આ કાર્યવાહીથી છતાં જો ભૂલ યથાવત રાખે છે તો જેલની હવા ખાવી પડે તેવી તૈયારી પાલિકા દ્વારા કરવામાં આવી છે
નગરપાલિકાએ કેમ કોર્ટ રાહે કાર્યવાહી ફરજ પડી
છેલ્લા ઘણા સમયથી વડોદરાના ડભોઇમાં લોકો દ્વારા જાહેર રસ્તા ઉપર તેમજ પોતાના વિસ્તારમાં ડોર ટુ ડોર તેમજ સફાઈ કર્મચારીઓ આવતા છતાં કચરાના ઢગલા તેમજ ગંદકી કરતા લોકો નજરે પડ્યા હતા.
જેને લઇને નગરપાલિકા દ્વારા લોકોમાં અવરનેસ આવે તે માટે છેલ્લા એક વર્ષથી ઓટો રીક્ષા તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જાણ કરવાની શરૂઆત કરી હતી જે દરમિયાન થોડુંક કડક વલન અપનાવી છેલ્લા એક વર્ષ દરમિયાન 1,50,000 જેટલો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ પણ લોકો દ્વારા ગંદકી અને કચરાના ઢગલા જોવા મળતા હતા જેને લઈને હવે પાલિકા દ્વારા લાલ આંખ કરવામા આવી
કચરો અને ગંદકી ન થાય તે માટે પાલિકાએ કરેલી વ્યવસ્થા
નગરપાલિકા દ્વારા ડભોઇના વિવિધ વિસ્તારો ની અંદર 50 જેટલી ડોર ટુ ડોર ગાડીઓ દોડાવવામાં આવી રહી છે અને પોતાના ઘરેથી જ કચરો કલેક્શન કરી શકે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે સાથે સાથે 100 જેટલા સફાઈ કર્મચારીઓ પણ નગરના અલગ અલગ વિસ્તારોમાં સફાઈ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ આટલું કરવા છતાં પણ જો કચરો રહી જાય તો નગરપાલિકાનો કમ્પ્લેન નંબર તેમજ એક ટોલ ફ્રી નંબર 14420 પણ જાહેર કરવામાં આવ્યો છે કે જેના ઉપર નગરજનો કમ્પ્લેન કરી કચરો પડ્યો હોય તો 12 કલાકની અંદર પાલિકીની ટીમ સફાઈ કરી શકે તેવી વ્યવસ્થા કરી છે
પાલિકાની સામે નગરજનોની માંગ
નગરપાલિકા દ્વારા ધ મ્યુનિસિપલ એક્ટ હેઠળ કાર્યવાહીની જાહેરાત થતા જ હવે લોકોની પણ પાલિકા સામે રજૂઆત અને ડિમાન્ડ સામે આવી છે લોકોનું કહેવું છે કે નગરપાલિકા દ્વારા આજે નિર્ણય લેવામાં આવ્યો છે એ સારો અને પ્રજાલક્ષી નિર્ણય છે પરંતુ પાલિકાએ પણ એની સામે નગરજનોને સવલત આપવી પડશે અને પાલિકા દ્વારા જે ડોર ટૂ ડોર અને ટ્રેક્ટર દ્વારા કચરો કલેક્ટ કરવામાં આવે છે તે જાહેર રોડ ઉપર જ્યારે ટ્રેક્ટર જાય છે તેમાંથી ઉડીને નીચે પડે છે તેની પણ કાળજી લેવી જોઈએ સાથે સાથે ડોર ટુ ડોર અનેક વિસ્તારોમાં પહોંચી નથી શકતી તેનું મોનિટરિંગ કરવું જોઈએ નગરમાં ડ્રેનેજ અને પાણીની લાઈનો ઉભરાતી હોય છે તેને બંધ કરવી જોઈએ જેથી ગંદકી વધુ ના વકરે તો વળી મુખ્ય રસ્તાની બાજુની અંદર કોઈ કેવી વ્યવસ્થા કરવામાં આવે કે કચરો રોડ ઉપર નહીં પરંતુ પાલિકા દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની અંદર જ રોડ પર જતો વ્યક્તિ પોતાનો કચરો નાખી શકે તેવી વ્યવસ્થાની લોકોની માંગ કરી રહ્યા છે
જમી મ્યુનિસિપલ એક્ટ એ કોર્ટ રાહે કાર્યવાહી કરી શકાય તે માટેની સંવિધાનમાં કલમો રાખવામાં આવી છે કલમ 182લ,192,193,194,195 નો હેઠળ કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરી શકે છે જેમાં રોકડ દંડ અને જો દંડ ન ભરી શકાય તો જેલ વાસ નાં પગલા પણ લઈ શકાય તેવી જોગવાયો નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે
પાલિકા દ્વારા કોર્ટ દ્વારા કાર્યવાહી કરવા માટે તૈયારી
નગરપાલિકા દ્વારા હવે જાહેરમાં કચરો જે લોકો નાખી રહ્યા છે અને ગંદકી કરી રહ્યા છે તેઓ ઉપર લાલ આંખ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી છે અને ટીમો દ્વારા જાહેર રસ્તા તેમજ અલગ અલગ વિસ્તારો ની અંદર ખાનગી રહે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે તેમ જ નગર ની અંદર પાલિકા દ્વારા 11 જેટલા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે જે સીસીટીવી નું મોનિટરિંગ ડાયરેક્ટ ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવનાર છે તેમજ હજી બીજા 20 જેટલા કેમેરા લગાવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આવનારા સમયની અંદર પાલિકા દ્વારા કેવી રીતે પગલાં લેવામાં આવે છે કે પછી ખાલી માત્ર કાગળ ઉપર જ અને નિયમો બનાવવા ખાતર જ બનાવી લોકોમાં એક ડર ફેલાવવાનું કામ કરી રહ્યું છે

