Genius Daily News
ગરુડેશ્વરનર્મદા જિલ્લો

ગરૂડેશ્વર–તિલકવાડા વચ્ચે રેલવે ટ્રેક પર દુઃખદ ઘટનાઃ પ્રેમી યુગલનું ટ્રેનની અડફેટે મોત

ગરુડેશ્વર અને તિલકવાડા વચ્ચે આવેલા રેલવે ટ્રેક પર આજે એક દિલદહોળી નાખે તેવી ઘટના સામે આવી છે. બે પ્રેમી યુગલે ટ્રેનની અડફેટે આવી જીવન ટૂંકાવી લીધું હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે.

મૃતક યુવતી સૂરજવડ ગામની રહેવાસી હોવાનું અને યુવક રાજપીપળાના વાડિયા વિસ્તારનો રહેવાસી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ તેમજ સ્થાનિક પોલીસે સ્થળ પર દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે.

સ્થળ પરથી મળેલી માહિતી મુજબ ઘટનાના સાચા કારણો તથા પરિસ્થિતિ જાણવા પોલીસે સગાં-સંબંધીઓના નિવેદનો તથા ટેકનિકલ તપાસ શરૂ કરી છે. રિપોર્ટર : ચિરાગ ગુપ્તા, નસવાડી

Related posts

“એક પેડ મા કે નામ” કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્રમક રીતે તંત્રની પોલ ખોલી

admin

કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે રાજ્ય સરકાર ખેડૂત હિતલક્ષી અભિગમ સાથે પ્રતિબદ્ધ

admin

એકતા નગરમાં કલેકટરનાં ડ્રોન પ્રતિબંધનો ભંગ : ફોર્ચ્યુન હોટલ સામે પોલીસમાં ફરિયાદ

admin

Leave a Comment