40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી

પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે બાર જ્યોતિર્લિંગ ની સ્થાપના કરવામાં આવી અને મોટી સંખ્યામાં શિવ ભક્તોએ મહાદેવની પૂજા અર્ચના કરી….
ભગવાન ભોળાનાથનો અતિપ્રિય મહિનો એટલે કે શ્રાવણ મહિનો પૂર્ણ થવા જઈ રહ્યો છે. આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે, જેના કારણે આજે વહેલી સવારથી જ શિવાલયોમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. દરેક શિવ મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી રહ્યા છે. ભક્તોએ જળાભિષેક, દૂધનો અભિષેક અને બિલિપત્ર ચઢાવીને ભગવાન ભોળાનાથને રિઝવવા વહેલી સવારથી જ શિવમંદિરોમાં પૂજા-અર્ચના અને દર્શનાર્થે લાઇનો લગાવી છે. ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી ભક્તોનો માનવ મેરામણ ઊંધી પડ્યો હતો અને મંદિર ના પ્રાંગણ માં બાર જ્યોતિર્લિંગ ની સ્થાપના કરવામાં આવી રહી છે. જે શિવ ભક્તો બાર જ્યોતિર્લિંગ ના દર્શન માટે જઈ નહી શકતા તેઓ માટે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે બાર જ્યોતિર્લિંગ ની સ્થાપના કરવામાં આવી છે અને શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી શિવ ભક્તો મંદિર ખાતે જળાભિષેક, દૂધનો અભિષેક અને બિલિપત્ર ચઢાવીને ભગવાન ભોળાનાથ પૂજા અર્ચના કરી હતી. વધુ માં મંદિરના મહારાજે જણાવ્યું કે.

Related posts

વડોદરાવાસીઓને સુરક્ષા અને ભયમુક્ત વાતાવરણ આપવા માટે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્રારા કમિશનરને આવેદનપત્ર

admin

વાઘોડિયા ખંધા રોડપર વ્હાઈટ હાઊસ પંજાબી એન્ડ ચાઈનીસ હોટલમા વાસી ખોરાક ખવડાવવાનો મામલો

admin

વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વ.ઇન્દિરા ગાંધીની પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

admin

Leave a Comment