પં. જગદીશ ગંગાનીજી દ્વારા સ્થાપિત એન.જી.ઓ સંસ્થા ‘કથક દર્શન ચેરીટેબલ ટ્રસ્ટ’ ઘણા વર્ષોથી શાસ્ત્રીય સંગીત અને નૃત્યને પ્રોત્સાહન આપવા માટે બે દિવસીય કાર્યક્રમ દર ફેબ્રુઆરીમાં કરે છે. જેની શરૂઆત 2003 થી કરવામાં આવી હતી. ગત સાત વર્ષથી તે સુંદરલાલ ગંગાની કથક મહોત્સવના નામથી યોજવામાં આવે છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણા ઉભરતા યુવા કલાકારો, પ્રતિભાઓને એક મંચ મળે એ સાથે નામાંકિત કલાકારોને આમંત્રિત કરીને વડોદરાના કલારસીકોને એ લહાવો આપીએ કે તેઓ આવા નામાંકિત કલાકારોની કલાને માની શકે તેમજ સ્થાનિક કલાકારોના નૃત્ય અને સંગીત કલાનું મંચણ થાય. દર વર્ષે આ કાર્યક્રમ એક અલગ હેતુથી કરવામાં આવે છે આ સંસ્થાની અન્ય પ્રવૃત્તિઓ જેમ કે આર્થિક રીતે પછાત બાળકોની કાર્યશાળાનું આયોજન કરી તેમને પ્રોત્સાહિત કરે છે. આજની યુવા પેઢીને તાલીમ આપી પ્રોત્સાહિત કરે છે કે તેઓ શાસ્ત્રીય નૃત્યને એક પ્રોફેશન તરીકે અપનાવે.
આ વર્ષે આ કાર્યક્રમનું આયોજન કીર્તિ મંદિરમાં સાંજે ૭:૦૦ કલાકે ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ કરવામાં આવ્યું છે. જેમાં અહીંના સ્થાનિક યુવા પ્રતિભાઓ વૃશાલી ફાટક તેમજ મયમુના અમીન પોતાની કલાનું મંચણ કરશે, સાથે જ કલકત્તાના અસીમ બંધુ તેમના ગ્રુપ સાથે ‘ફાયર’ પ્રોડક્શન નું મંચણ કરશે તેમજ સ્થાનિક ગુજરાત ગૌરવ પુરસ્કૃત ડોક્ટર પ્રીતિ સાઠે દામલે એકલ કથક નૃત્યની પ્રસ્તુતિ આપશે. આ સંપૂર્ણ નૃત્ય પ્રસ્તુતિનું દિગદર્શન પંડિત જગદીશ ગંગાની, જે એસ.એન.એ અવોર્ડી છે, તેઓ દ્વારા કરવામાં આવ્યું છે સાથે જ આ સંસ્થા ગત ત્રણ વર્ષથી પંડિત સુંદરલાલ ચંદ્રકલા સન્માન એવોર્ડ થી ઘણા ઉત્કૃષ્ટ નામાંકિત કલાકારોને સન્માનિત કરે છે જેમાં આ વર્ષે કથક નૃત્યાંગના વિદુષી ડો. ઉમા ડોગરાજીને તેમના કથક નૃત્ય ક્ષેત્રે યોગદાન માટે સન્માનિત કરી રહી છે આ સાથે રાજસ્થાનના સાહિત્યકાર ડો. ઘનશ્યામનાથ કચ્ચાવાને પણ આ આવોર્ડથી સન્માનિત કરાશે. સમગ્ર કલા રસીકોને યુવા તેમજ અન્ય કલાકારોને પ્રોત્સાહન આપવા બદલ આમંત્રણ છે.

